ચોંક્યાં@વલસાડ: 1.27 કરોડની સિગરેટની ચોરી, પોલીસ તપાસમાં ટ્રક ચાલક-ક્લિનરની સંડોવણી ખૂલી

અટલસમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાંથી રૂપિયા 1 કરોડ 27 લાખ રૂપિયાથી વધુની કિંમતની સિગરેટના જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા વલસાડ પોલીસ દોડતી થઇ છે. જોકે સવા કરોડની સિગરેટની ચોરીમાં ટેમ્પા ચાલાક અને ક્લીનરની સંડોવણી બહાર આવતા ડુંગરી પોલીસે આરોપી જોડીની ધરપકડ કરી લીધી છે.
 
ચોંક્યાં@વલસાડ: 1.27 કરોડની સિગરેટની ચોરી, પોલીસ તપાસમાં ટ્રક ચાલક-ક્લિનરની સંડોવણી ખૂલી

અટલસમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાંથી રૂપિયા 1 કરોડ 27 લાખ રૂપિયાથી વધુની કિંમતની સિગરેટના જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા વલસાડ પોલીસ દોડતી થઇ છે. જોકે સવા કરોડની સિગરેટની ચોરીમાં ટેમ્પા ચાલાક અને ક્લીનરની સંડોવણી બહાર આવતા ડુંગરી પોલીસે આરોપી જોડીની ધરપકડ કરી લીધી છે. ટેમ્પામાં લગાવેલ ટ્રેકિંગ સિસ્ટમે ચોર ચાલાકોનો ભાંડો ફોડી નાખ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડુંગરી પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રના ભિવંડીના એક ટ્રાન્સપોર્ટરે તેના ટેમ્પોના ચાલક અને ક્લિનરે અજાણ્યા શખ્સો સાથે મળી ટેમ્પોમાં ભરેલા 1 કરોડ 27 લાખથી વધુની કિંમતના સિગરેટના બોક્સની બારોબાર ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ થતાં જ ડુંગરી પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે આ મામલે ટેમ્પો માલિક કિરણ પટેલ અને ટ્રાન્સપોર્ટર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચેએ પહેલા જ ટેમ્પોના ચાલક અને ક્લીનર જાતે જ પોલીસ સ્ટેશન જઈને તેમને બંધક બનાવી અજાણ્યા શખ્શો ટેમ્પોમાંથી 1.27 કરોડની કિંમતની સિગારેટની લૂંટ કરીને ફરાર થઈ ગયા હોવાની પોલીસ સમક્ષ વાત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે ટેમ્પોના માલિક અને ટ્રાન્સપોર્ટરને જાણ કરતાં તે પણ ડુંગરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના જ ટેમ્પોના ચાલક અને ક્લિનર વિરુદ્ધ કરોડોની કિંમતની સિગારેટની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોધાવી હતી. જોકે ટેમ્પોમાં લગાવેલ જીપીએસ સિસ્ટમના ડેટા અને ટેમ્પા ચાલાકના નિવેદનમાં તફાવત આવતા ડુંગરી પોલીસે આરોપી ટ્રક ચાલાક રાજકુમાર સિંગ અને ક્લીનર દિનેશ સિંગની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં ટેમ્પા ચાલકે ચોરીની જે કેફિયત પોલીસ સમક્ષ જણાવી તે ખુબ જ રસપ્રદ છે. રાજકુમારના મતે પોતે મુંબઈના મસ્જિદ બંદર રોડ પર આવેલા ઇસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી એક ટેમ્પો 1 કરોડ 64 લાખ અને 24 હજાર રૂપિયાની કિંમતના સિગરેટ ભરેલા 351 બોક્ષ લઇ એક ટેમ્પો અમદાવાદના અસલાલી તરફ જવા નીકળ્યો હતો.

આ તરફ વલસાડ જિલ્લાના સોનવાડા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બે ગાડીમાં આવેલા અજાણ્યા શખસોએ ટેમ્પો રોકાવી ડ્રાઇવર અને ક્લિનરનું અપહરણ કરીને તેમને બંદી બનાવી ટેમ્પોમાંથી 273 બોક્સમાં ભરેલી 1 કરોડ અને 27 લાખની કિંમતની સિગારેટની ચોરી કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા જોકે પોલીસ તપાસમાં ટેમ્પાના ટ્રેકિંગ સિસ્ટમ અને મોબાઈલ લોકેશનના ડેટાએ આ ટેમ્પા ચાલક અને ક્લીનરની બાજી પલ્ટી નાખી છે. કરોડોની સિગરેટ ચોરી પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા છે. બંને ટ્રક ચાલાક અને ક્લીનરની ધરપકડ ડુંગરી પોલીસે કરી લીધી છે. ડુંગરી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. કરોડોની સિગરેટ ચોરીકાંડમાં આ ટ્રક ચાલક અને ક્લીનર સિવાય અન્ય બીજા કેટલા સંડોવાયેલા છે તેવા સવાલોના જવાબ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.