વરસાદઃ ‘નપાણીયા’ કચ્છના તમામ તાલુકામાં ‘મેઘ’ પધાર્યા, 3 થી 4 ઈંચ હરખની હેલી

અટલ સમાચાર, કચ્છ મેઘરાજાએ કચ્છના 9 તાલુકા પર એક જ રાતમાં 1 થી 4 ઈંચ વરસાદ વરસાવી ‘નપાણીયા’ ગણાતા કચ્છ વિસ્તારને પાણી પાણી કરી મુક્યો છે. એક જ રાતમાં થયેલ મેઘમહેરથી અબડાસા, ભુજ, લખપત, માંડવી, નખત્રાણા, મુન્દ્રા સહિતના 6 તાલુકાઓ અછતમુક્ત થઈ ગયા છે. મંગળવારે રાત્રે 8 વાગે શરૂ થયેલા વરસાદમાં માંડવી-મુદરાથી ધોધમાર વરસી પડ્યો
 
વરસાદઃ ‘નપાણીયા’ કચ્છના તમામ તાલુકામાં ‘મેઘ’ પધાર્યા, 3 થી 4 ઈંચ હરખની હેલી

અટલ સમાચાર, કચ્છ

મેઘરાજાએ કચ્છના 9 તાલુકા પર એક જ રાતમાં 1 થી 4 ઈંચ વરસાદ વરસાવી ‘નપાણીયા’ ગણાતા કચ્છ વિસ્તારને પાણી પાણી કરી મુક્યો છે. એક જ રાતમાં થયેલ મેઘમહેરથી અબડાસા, ભુજ, લખપત, માંડવી, નખત્રાણા, મુન્દ્રા સહિતના 6 તાલુકાઓ અછતમુક્ત થઈ ગયા છે. મંગળવારે રાત્રે 8 વાગે શરૂ થયેલા વરસાદમાં માંડવી-મુદરાથી ધોધમાર વરસી પડ્યો હતો. માંડવીમાં એક રાતમાં જ 4 ઈંચ વરસાદ વરસાવી દીધો હતો. અબડાસા, લખપત, મુંદરા, અંજારમાં સરેરાશ 3-3 ઈંચ, નખત્રાણા 2 ઈંચ, ભુજમાં દોઢ ઈંચ, ગાંધીધામમાં 1 ઈંચ, ભચાઉમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

વરસાદઃ ‘નપાણીયા’ કચ્છના તમામ તાલુકામાં ‘મેઘ’ પધાર્યા, 3 થી 4 ઈંચ હરખની હેલી

સરકારી માપદંડ અનુસાર લઘુત્તમ 125 મીમી વરસાદ નોંધાય તે તાલુકા અછતમુક્ત ગણાય છે. રાજ્ય સરકારે અગાઉ સમગ્ર કચ્છને અછતગ્રસ્ત જાહેર કર્યું હતું. 125 મીમીના માપદંડ અનુસાર અબડાસા, લખપત, ભુજ, અંજાર, માંડવી, મુંદરા એમ 6 તાલુકા અછતમુક્ત થઈ ગયા છે. મેઘમહેરના કારણે અબડાસા, માંડવીના અનેક નાના મોટા તળાવ અને નાની સીંચાઈના ડેમ ભરાઈ ગયા છે.

અંજારઃ

પૂર્વ કચ્છ પર પમ રાત્રે મેઘરાજાની મહેર વરસી છે. અંજારમાં રાત્રે 8 થી 10માં 32 મીમી, 10 થી 12 માં 29 મીમી, 12 થી 2 દરમિયાન 10 મીમી અને 2 થી 4 દરમિયાન વધુ 3 મીમી સાથે એક રાતમાં 3 ઈંચ વરસાદથી અંજાર જળબંબાકાર બની ગયું છે.

વરસાદઃ ‘નપાણીયા’ કચ્છના તમામ તાલુકામાં ‘મેઘ’ પધાર્યા, 3 થી 4 ઈંચ હરખની હેલી

લખપતઃ

લખપતની અવગણના કરનારા મેઘરાજા રાત્રે આ વિસ્તાર ઉપર રીઝ્યા હતા. મોડી રાત્રે 12 થી 2 કલાક દરમિયાન 54 મીમી તેમજ 2 થી 4માં 9 અને 4 થી 6માં 3 મીમી વરસાદ સાથે 66 મીમી વરસાદ વરસાવ્યો હતો.

ભુજઃ

કચ્છનું મુખ્ય શહેર ભુજમાં રાત્રે 8 થી 10માં અડધો ઈંચ અને 10 થી 12 દરમિયાન 24 મીમી વરસાદ વરસતાં ભુજવાસીઓ આનંદમાં આવી ગયા છે.

નખત્રાણાઃ

નખત્રાણામાં રાત્રે 8 થી 10માં 2 મીમી, 10 થી 12 કલાકમાં 8 મીમી જ્યારે 12 થી 2 કલાકમાં બે ઈંચ વરસાદથી નખત્રાણાની તરસ બુઝાઈ છે.

મુંદ્રાઃ

મુંદ્રામાં રાત્રે 8 થી 10 કલાકમાં 47 મીમી, 10 થી 12 કલાક દરમિયાન 17 અને 12 થી 2 દરમિયાન 2 મીમી જ્યારે સવારે 8 થી 10 પણ વરસાદ ચાલુ રહેતા વધુ 3 મીમી વરસાદ નોંધાયો છે.

માંડવીઃ

માંડવીમાં એક જ રાતમાં મેઘરાજાએ 4 ઈંચની મહેર કરીને અનરાધારની આશા પરિપૂર્ણ કરી છે. રાત્રે 8થી 10 દરમિયાન 47 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 12 થી 2માં 4 મીમી વરસાદ નોંધાયો હતો. સવાર સુધીમાં વધુ 3 મીમી વરસાદથી માંડવીમાં હરખ છવાયો છે.

અબડાસાઃ

ગત રાત્રિએ મેઘરાજાની પધરામણી થતા 57 મીમી વરસાદ વરસ્યો હતો. 2 થી 4 દરમિયાન 6 મીમી, 4 થી 6 દરમિયાન 3 મીમી સાથે સવારે 6 થી 8 દરમિયાન અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગાંધીધામઃ

મોડી રાત્રે 8થી 10 બે કલાકમાં 7 મીમી, 10 થી 12 દરમિયાન 16 મીમી, 6 થી 8માં વધુ 4 મીમી સાથે વધુ 1 ઈંચ વરસાદ વરસી પડતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.