શ્રધ્ધા@અંબાજીઃ માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનું બિસ્કિટ ભેટ કર્યુ, વઢવાણના છે દંપતિ

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસે પ્રકોપ ફેલાયો છે. આવા સમયે ધંધા રોજગારીમાં લોકોને મહામંદીનો વારો આવ્યો છે. પરંતુ આસ્થા ધરાવતા ભક્તો માટે તો ક્યા કંઇ જ નડે છે. લોકડાઉન બાદ અનલૉકમાં દેવાલયો ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. ત્યારે યાત્રિકો પણ દેવાલયમાં ભગવાનના દર્શને ઉમટી રહ્યા છે. માં અંબે ના
 
શ્રધ્ધા@અંબાજીઃ માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનું બિસ્કિટ ભેટ કર્યુ, વઢવાણના છે દંપતિ

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસે પ્રકોપ ફેલાયો છે. આવા સમયે ધંધા રોજગારીમાં લોકોને મહામંદીનો વારો આવ્યો છે. પરંતુ આસ્થા ધરાવતા ભક્તો માટે તો ક્યા કંઇ જ નડે છે. લોકડાઉન બાદ અનલૉકમાં દેવાલયો ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. ત્યારે યાત્રિકો પણ દેવાલયમાં ભગવાનના દર્શને ઉમટી રહ્યા છે. માં અંબે ના ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અને અંબાજી મંદિરમા દાન પણ કરી રહ્યા છે. માં અંબા ભકતોની મનોકામના પૂર્ણ કરે છે અને ભક્તો પણ આભાર રૂપે માતાજીને કંઈક ભેટ રૂપે મુકતા હોય છે.

શ્રધ્ધા@અંબાજીઃ માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનું બિસ્કિટ ભેટ કર્યુ, વઢવાણના છે દંપતિ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજરોજ વઢવાણના ભાનુબેન વિષ્ણુ ભાઈ દવે દ્વારા અંબાજી મંદિરમાં 100 ગ્રામ સોનાનું દાન કરાયું હતું. 100 ગ્રામ સોનાનું બિસ્કિટ અંદાજે પાંચ લાખ અગિયાર હજારની કિંમતનું સોનુ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને ભાનુબેન વિષ્ણુ ભાઈ દવે દ્વારા અંબાજી મંદિર ટેમ્પલ ઇસ્પેક્ટરની ઓફિસમાં દાન કરાયું હતું. અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ ભક્તનું દાન સ્વીકારી અને પાવતી પણ આપવામાં આવી હતી.

શ્રધ્ધા@અંબાજીઃ માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનું બિસ્કિટ ભેટ કર્યુ, વઢવાણના છે દંપતિ
જાહેરાત