શ્રધ્ધા@પાટણ: જિલ્લામાં બીજું ભવ્ય ખોડિયાર માતા મંદિર બનશે, પાટીદારોની મહેનત શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણના વરાણા બાદ હવે ખોડીયાર માતાનું બીજુ મંદીર સંડેર ખાતે બનાવવામાં આવશે. સંડેરમાં આવતીકાલે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન 20 સભ્યોના ટ્રસ્ટી મંડળ સંકુલની મુલાકાત લેવાના છે. ઉત્તર ગુજરાતમાં ઉવા પાટીદાર સમાજનું પ્રથમ ખોડલધામ સંડેર ખાતે નિમાર્ણ થવાનું હોઇ વિવિધ સ્થળોએ ટ્રસ્ટી મંડળના સ્વાગતની તૈયારી કરવામાં આવી છે. મળતી માહીતિ મુજબ
 
શ્રધ્ધા@પાટણ: જિલ્લામાં બીજું ભવ્ય ખોડિયાર માતા મંદિર બનશે, પાટીદારોની મહેનત શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણના વરાણા બાદ હવે ખોડીયાર માતાનું બીજુ મંદીર સંડેર ખાતે બનાવવામાં આવશે. સંડેરમાં આવતીકાલે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન 20 સભ્યોના ટ્રસ્ટી મંડળ સંકુલની મુલાકાત લેવાના છે. ઉત્તર ગુજરાતમાં ઉવા પાટીદાર સમાજનું પ્રથમ ખોડલધામ સંડેર ખાતે નિમાર્ણ થવાનું હોઇ વિવિધ સ્થળોએ ટ્રસ્ટી મંડળના સ્વાગતની તૈયારી કરવામાં આવી છે. મળતી માહીતિ મુજબ આવતીકાલે ખોડલધામના ચેરમેનનું ભવ્ય સ્વાગત કરવા માટે બાલીસણાથી સંડેર સુધી રોડ શો કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં વરાણા ખોડીયારધામ બાદ વધુ એક ખોડીયાર માતાજીનું મંદીર નિમાર્ણ પામવા જઇ રહ્યુ છે. લેઉવા પાટીદાર સમાજના કાગવડ સ્થિત ખોડલધામની દેખરેખ હેઠળ પાટણના સંડેરમાં ખોડલધામનું નિમાર્ણ થવાનુ છે. જેમાં શૈક્ષણિક સંકુલ અને કૃષિ સંશોધન કેન્દ્ર પણ બનાવવામાં આવશે. આવતીકાલે સંડરેમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ સહિત 20 ટ્રસ્ટી મંડળની ટીમ સંડેરની મુલાકાતે આવી રહી છે. જોકે ચોક્કસ માહીતિ મુજબ પ્રથમ ઊંઝા ખાતે ઉમિયાધામ અને ખોડલધામના ટ્રસ્ટીઓની ચિતન બેઠક મળવાની છે.

શ્રધ્ધા@પાટણ: જિલ્લામાં બીજું ભવ્ય ખોડિયાર માતા મંદિર બનશે, પાટીદારોની મહેનત શરૂ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રથમ ખોડલધામ પાટણના સંડેર ગામ પાસે નિર્માણ પામશે. બાલીસણા-સંડેર રોડ પર આવેલા મહાદેવ મંદિર નજીક પાટીદાર સમાજની ખોડલધામ સમિતિ દ્વારા 30 વીઘા જમીનમાં શૈક્ષણિક અને ધાર્મિક સંકુલ નિર્માણ કરવાનું આયોજન કર્યું છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે શૈક્ષણિક સંકુલ કૃષિ સંશોધન કેન્દ્ર અને ખોડલધામનું નિર્માણ થશે .ખોડલધામના ટ્રસ્ટી મંડળનું મહેસાણા, ભાન્ડુ, બાલીસણા સહિત વિવિધ સ્થળોએ પાટીદાર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

શ્રધ્ધા@પાટણ: જિલ્લામાં બીજું ભવ્ય ખોડિયાર માતા મંદિર બનશે, પાટીદારોની મહેનત શરૂ