શ્રધ્ધા@ઊઝા: ઉમિયા માતા સંસ્થાનને 253 વિધા જમીન ભેટ, આસ્થામા સૌથી મોટું ભૂમિદાન

અટલ સમાચાર, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે ઊંઝા ઉમિયા માતા સંસ્થાનને 253 વિધા જમીન ભેટ મળી હોવાનું સામે આવ્યુ છે. ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના ઇતિહાસમાં આટલી મોટી જમીન એકજ ગ્રુપ તરફથી મળી હોય તેવો પહેલો પ્રસંગ છે. સંસ્થાથી તા.04-10-2020ના રોજ મળેલી કારોબારી મિટીંગમાં આ 253 વિધા જમીન સહર્ષ સ્વિકારાઇ છે. આ જમીનનું દાન 48 કડવા પાટીદાર
 
શ્રધ્ધા@ઊઝા: ઉમિયા માતા સંસ્થાનને 253 વિધા જમીન ભેટ, આસ્થામા સૌથી મોટું ભૂમિદાન

અટલ સમાચાર, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) 

કોરોના મહામારી વચ્ચે ઊંઝા ઉમિયા માતા સંસ્થાનને 253 વિધા જમીન ભેટ મળી હોવાનું સામે આવ્યુ છે. ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના ઇતિહાસમાં આટલી મોટી જમીન એકજ ગ્રુપ તરફથી મળી હોય તેવો પહેલો પ્રસંગ છે. સંસ્થાથી તા.04-10-2020ના રોજ મળેલી કારોબારી મિટીંગમાં આ 253 વિધા જમીન સહર્ષ સ્વિકારાઇ છે. આ જમીનનું દાન 48 કડવા પાટીદાર સમાજ, અમદાવાદના પ્રમુખ જે.એસ.પટેલ, તેમના વેવાઈ અને ભાગીદાર પૂર્વ મંત્રી અરવિંદભાઇ ત્રિભોવનદસ પટેલ દ્વારા કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શ્રધ્ધા@ઊઝા: ઉમિયા માતા સંસ્થાનને 253 વિધા જમીન ભેટ, આસ્થામા સૌથી મોટું ભૂમિદાન
File Photo

મહેસાણા જીલ્લાના ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનને ઐતિહાસિક ભૂમિ દાન મળ્યુ હોવાનું સામે આવ્યુ છે. 48 કડવા પાટીદાર સમાજ, અમદાવાદના પ્રમુખ જે.એસ.પટેલ અને તેમના વેવાઈ અને ભાગીદાર પૂર્વ મંત્રી અરવિંદભાઇ ત્રિભોવનદાસ પટેલ દ્વારા 253 વીઘા(601749 ચો.મી.) જમીન સંસ્થાને દાન મળી છે. શોભાસણ, ટેંચાવા, પિપળદર, વિજાપુર નજીકની જમીન મળી દાન મળી હોવાથી સંસ્થા દ્વારા જમીન અંગે યોગ્ય નિર્ણય લઈ આગળની કાર્યવાહી કરાશે. આ તરફ બંને દાતાઓનુ ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સન્માન કરાયું હતુ.