ચોંક્યા@સિધ્ધપુર: બેંક મેનેજરની કેબિનમાંથી 1.51 લાખ ભરેલી બેગની ચોરી, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ સિધ્ધપુરમાં બેંક મેનેજરની કેબિનમાંથી અજાણ્યો ઇસમ 1.51 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે બેંક મિત્ર તરીકે કામ કરતાં વ્યક્તિએ પોતાના ખાતામાંથી 1.54 લાખ ઉપાડી 3,000 પોતાની પાસે રાખી બીજા 1.51 લાખ બેગમાં મુક્યા હતા. જે બાદમાં બેંક મેનેજરની ઓફીસમાં ગયા બાદ ત્યાં જ
 
ચોંક્યા@સિધ્ધપુર: બેંક મેનેજરની કેબિનમાંથી 1.51 લાખ ભરેલી બેગની ચોરી, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

સિધ્ધપુરમાં બેંક મેનેજરની કેબિનમાંથી અજાણ્યો ઇસમ 1.51 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે બેંક મિત્ર તરીકે કામ કરતાં વ્યક્તિએ પોતાના ખાતામાંથી 1.54 લાખ ઉપાડી 3,000 પોતાની પાસે રાખી બીજા 1.51 લાખ બેગમાં મુક્યા હતા. જે બાદમાં બેંક મેનેજરની ઓફીસમાં ગયા બાદ ત્યાં જ બેગ મુકી તેઓ લોન ડીપાર્ટમેન્ટમાં ગયા હતા. આ દરમ્યાન કોઇ અજાણ્યો ઇસમ મોઢે માસ્ક બાંધીને મેનેજરી કેબિનમાં ઘુસી બેગ લઇ છુમંતર થઇ ગયો હતો. ઘટનાને લઇ બેંકમિત્રએ અજાણ્યાં શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરના પથ્થરપોળ ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં મેનેજરની કેબિનમાંથી જ પૈસા ભરેલ બેગની ચોરી થવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. બેંક ઓફ બરોડામાં બેંક મિત્ર તરીકે નોકરી કરતાં અજયકુમાર દલાભાઇ પ્રજાપતિએ ગઇકાલે બપોરે 1 વાગે પોતાના ખાતામાંથી 1,54,000 ઉપાડ્યા હતા. આ સાથે 3,000 રૂપિયા ખીસામાં રાખી બીજા પૈસા પોતાની પાસે રહેલ કાળા કલરની બેગમાં મુકી તે બેગ લઇ મેનેજર પ્રબિશની કેબિનમાં જતાં પગની બાજુમાં બેગ મુકી હતી. આ દરમ્યાન લોન ડીપાર્ટમેન્ટમાં ગયાના 5 મીનીટમાં પરત આવતાં બેંગ કોઇ અજાણ્યો ઇસમ ઉઠાવી ગયો હોવાનુ સામે આવ્યુ છે.

ચોંક્યા@સિધ્ધપુર: બેંક મેનેજરની કેબિનમાંથી 1.51 લાખ ભરેલી બેગની ચોરી, પોલીસ તપાસ શરૂ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખુદ બેંક મેનેજરની કેબિનમાંથી 1.51 લાખ ભરેલ બેગ ચોરાઇ જતાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઇ બેંકમિત્રએ મેનેજરને વાત કરી CCTV કેમેરા જોતાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં પાંચ જ મીનિટમાં એક અજાણ્યો ઇસમ મોઢે માસ્ક બાંધીને આવીને પૈસા ભરેલ બેગ લઇને જતો જોવા મળી રહ્યો છે. ઘટનાને લઇ બેંક મિત્રએ અજાણ્યાં ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ સિધ્ધપુર પોલીસે અજાણ્યાં ઇસમ સામે આઇપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચોંક્યા@સિધ્ધપુર: બેંક મેનેજરની કેબિનમાંથી 1.51 લાખ ભરેલી બેગની ચોરી, પોલીસ તપાસ શરૂ
જાહેરાત