સિધ્ધપુરઃ અમરસિંહ લાલાજીને કોંગ્રેસ સમિતિમાં પ્રમુખપદે વરણી કરાઈ

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા તેમજ સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાની હેઠળ સિધ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિમાં અમરસિંહ લાલાજી ઠાકોરની પ્રમુખપદે નિમણુંક કરવામાં આવી છે. સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પાધ્યાએ પોતાની જવાબદારીઓ માંથી મુક્ત થવા તેમજ નવનિર્મિત પ્રમુખને સાથ સહકાર આપી સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ વધુ
 
સિધ્ધપુરઃ અમરસિંહ લાલાજીને કોંગ્રેસ સમિતિમાં પ્રમુખપદે વરણી કરાઈ

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા તેમજ સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાની હેઠળ સિધ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિમાં અમરસિંહ લાલાજી ઠાકોરની પ્રમુખપદે નિમણુંક કરવામાં આવી છે. સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પાધ્યાએ પોતાની જવાબદારીઓ માંથી મુક્ત થવા તેમજ નવનિર્મિત પ્રમુખને સાથ સહકાર આપી સિદ્ધપુર શહેર કોંગ્રેસ સમિતિ વધુ મજબૂત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનાં સંકલ્પ સાથે પ્રદેશ પ્રમુખને પત્ર રજુ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધારાસભ્ય ચંદનજી ઠાકોરનાં જણાવ્યા મુજબ હર્ષદભાઈ પાધ્યાને આગામી ચૂંટણીમાં જિલ્લા કક્ષાએ મહત્વની જવાબદારી આપવામાં આવશે અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત થાય તે રીતે કાર્યો કરવા શહેર પ્રમુખ અને તેમની ટિમને સૂચન કરાયેલ છે. આ પ્રસંગે Gpcc ડેલિગેટ દશરથભાઈ પટેલ, ઇબ્રા હીમભાઇ ચારોલીયા, હર્ષદભાઈ પાધ્યા, બિપીન ભાઈ દવે, રૂપસંગજી ઠાકોર તેમજ અન્ય તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તેમજ દરેક સમાજના અગ્રણીઓએ હાજરી આપી.