સિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) વૈશ્વિક કોરોના મહામારીના વિકટ સંકટમાં થયેલ આર્થિક નુકશાનથી મંદિરના પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોની હાલત કફોડી બની જવા પામી છે. આ આ અંગે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો પાસે વિગતો મંગાવાઈ છે. આ કામગીરી ને લઈ આગામી સમયે રાહત પેકેજ જાહેર થશે તેને લઈને પૂર્વ મંત્રી જયનારાણભાઈ વ્યાસે
 
સિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

વૈશ્વિક કોરોના મહામારીના વિકટ સંકટમાં થયેલ આર્થિક નુકશાનથી મંદિરના પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોની હાલત કફોડી બની જવા પામી છે. આ આ અંગે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો પાસે વિગતો મંગાવાઈ છે. આ કામગીરી ને લઈ આગામી સમયે રાહત પેકેજ જાહેર થશે તેને લઈને પૂર્વ મંત્રી જયનારાણભાઈ વ્યાસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી આભાર વ્યક્ત કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના મહામારીને લઈ આવા પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું દુષ્કર બની જવા પામ્યું છે. રાજ્ય સરકારે આવા ભૂદેવો માટે રાહત પેકેજ જાહેર કરે તેવું રાજ્યના વિવિધ બ્રહ્મ સંગઠનો સહિત રાજકીય, સામાજિક મહાનુભાવોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ સંદર્ભે પૂર્વ મંત્રી જયનારાયણભાઈ વ્યાસે પણ ગત ૧૨મી એપ્રિલે સરકારને પત્ર પાઠવી રજુઆત કરી હતી. ત્યારબાદ મુ.મંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન પણ આ અંગે અંગત ભલામણ કરી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

સિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો
જાહેરાત

આ અંગે સંવેદના દાખવી જે કાર્યવાહી શરુ કરવામાં આવી છે તે બદલ આ યોજનાના સંદર્ભિત લાભાર્થીઓ સહિત વ્યક્તિગત રીતે આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવ્યો હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લામાં આવેલ તમામ મંદિરોમા કામ કરતા પૂજારીઓ અને જિલ્લામાં પૂજા -પાઠ અને કર્મકાંડ ઉપર નભતા કર્મકાંડી બ્રાહ્મણોની સંખ્યા કેટલી થવા સંભવ છે તેની તાલુકાવાર વિગતો પત્રક-૧ અને પત્રક-૨ માં ભરી મોકલી આપવા જણાવાયુ છે.