સિધ્ધપુર: કોરોના મહામારી વચ્ચે વર્ચ્યુઅલ અભ્યાસ વર્ગ દ્ધારા ઓનલાઈન શિક્ષણ

અટલ સમાચાર, સિધ્ધપુર(હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય ઉપર વિપરીત અસર પડે નહી અને ઘરે બેઠા આધુનિક ટેકનોલોજી નો સદ્ઉપયોગ શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય પર લેવામાં આવ્યો છે. આ મુજબ શિક્ષકો પિતાના વિષયનો મુદ્દાસર અભ્યાસ વિદ્યાર્થીઓને ઓનલાઈન આપી રહ્યા છે. આ કાર્યક્રમ મુજબ સિદ્ધપુરમાં વર્ચ્યુઅલ શિક્ષણવર્ગ શરુ કરાયા
 
સિધ્ધપુર: કોરોના મહામારી વચ્ચે વર્ચ્યુઅલ અભ્યાસ વર્ગ દ્ધારા ઓનલાઈન શિક્ષણ

અટલ સમાચાર, સિધ્ધપુર(હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય ઉપર વિપરીત અસર પડે નહી અને ઘરે બેઠા આધુનિક ટેકનોલોજી નો સદ્ઉપયોગ શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય પર લેવામાં આવ્યો છે. આ મુજબ શિક્ષકો પિતાના વિષયનો મુદ્દાસર અભ્યાસ વિદ્યાર્થીઓને ઓનલાઈન આપી રહ્યા છે. આ કાર્યક્રમ મુજબ સિદ્ધપુરમાં વર્ચ્યુઅલ શિક્ષણવર્ગ શરુ કરાયા છે જેનો વિદ્યાર્થી ઘરેબેઠા સુરક્ષિત બની મહત્તમ લાભ લઈ શિક્ષણ મેળવી રહ્યા છે. આજના વિદ્યાર્થી આવતીકાલનાં દેશનુ ભવિષ્ય છે. તે અંતર્ગત સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિધ્ધપુર: કોરોના મહામારી વચ્ચે વર્ચ્યુઅલ અભ્યાસ વર્ગ દ્ધારા ઓનલાઈન શિક્ષણ

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં વર્ચ્યુઅલ શિક્ષણવર્ગ શરૂ કરાતા વિદ્યાર્થી ઘરેબેઠા સુરક્ષિત બની મહત્તમ લાભ લઈ શિક્ષણ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરી શકે અને કોરોના સંક્રમણથી પણ બચી શકે તે અંતર્ગત સિદ્ધપુરમાં અનુપમ પ્રાથમિક કુમાર શાળા નં-4માં વર્ચ્યુઅલ અભ્યાસ ક્લાસ ચાલુ કરવામાં આવ્યા છે. આ ક્લાસમાં બોર્ડ પર ઓનલાઈન ભણાવવામાં આવે છે, સાથોસાથ વિડિયો પણ બનાવવામાં આવે છે. આ વિડીયો યુટ્યુબ પર અપલોડ પણ કરવામાં આવે છે. ઉપરાંત શિક્ષકો દ્વારા દરરોજ ૩થી ૫ વિદ્યાર્થીઓના ઘરે જઈને પ્રત્યક્ષ રીતે મોનીટરીંગ પણ કરવામાં આવે છે. શિક્ષકો દ્ધારા વિદ્યાર્થીનાં મુંઝવતા પ્રશ્નોનુ નિરાકરણ પણ કરવામાં આવે છે.