સિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતાને લઈ અનેક રાજકીય પાર્ટીઓ અને સમજસેવાના નામે ચાલતા ગૃપો સક્રિય થવા લાગી છે. આગામી નવેમ્બર માસમાં સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતાને ધ્યાને લઇ આમ આદમી પાર્ટીની કાર્યકારણીની બેઠક દેથળી ચાર રસ્તા પાસે આવેલ વિજય શોપિંગ સેન્ટરમાં આવેલા કાર્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં
 
સિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતાને લઈ અનેક રાજકીય પાર્ટીઓ અને સમજસેવાના નામે ચાલતા ગૃપો સક્રિય થવા લાગી છે. આગામી નવેમ્બર માસમાં સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતાને ધ્યાને લઇ આમ આદમી પાર્ટીની કાર્યકારણીની બેઠક દેથળી ચાર રસ્તા પાસે આવેલ વિજય શોપિંગ સેન્ટરમાં આવેલા કાર્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં આગામી નગરપાલિકાના ચૂંટણીને લઈ શહેરના તમામ 9 વૉર્ડના 36 ઉમેદવાર લડાવવા તેમજ જીતાડવા માટેનું મંથન કરવામાં આવ્યું તેમજ આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ સહકારી સંસ્થાઓમાં પોતાના પક્ષનો પગ પેસરા કરવા માટે શું કરવું તેમજ શહેરના ચર્ચિત પ્રજાલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને પડતી મુશ્કેલી ઓનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે મંથન કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કાર્યકરણી બેઠકમાં આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા પ્રભારી સુરેન્દ્ર ગુપ્તા, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ નિધિ વ્યાસ, પાટણ શહેર મહિલા ઉપ પ્રમુખ નીતાબેન પટેલ, પાટણ જિલ્લા ઉપપ્રમુખ નિરવ શુક્લ, પાટણ જિલ્લા મહામંત્રી વિષ્ણુ પટેલ, સિધ્ધપુર તાલુકા પ્રમુખ રમેશ રાવળ, સિધ્ધપુર તાલુકા મહામંત્રી અરવિંદ પટેલ, સિધ્ધપુર તાલુકા સહ મંત્રી પિયુષ યોગી, સિદ્ધપુર શહેર સહ મંત્રી વિજય પ્રજાપતિ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક
જાહેરાત