આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સિધ્ધપુર

પાટણ જીલ્લાના સિધ્ધપુર ખાતે આગામી દિવસો દરમ્યાન હિન્દી ફિલ્મ બાહુબલીના સાઉથના પ્રખ્યાત ડીરેકટર રાજામૌલીની ફિલ્મ RRRનું શુટિંગ થવાનું છે. જેને લઇ તંત્ર ઘ્વારા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવાયો છે.

સિધ્ધપુરના નાના સૈફીપુરામાં શુકવારથી બાહુબલીના સાઉથના પ્રખ્યાત ડીરેકટર રાજામૌલીની ફિલ્મ RRRનું શુટિંગ થવાનું હોવાથી તડામાર તૈયારીઓને ૩૦૦ ટેકનીશિયનોના કાફલા દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેમાં ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે. આ સાથે વેનીટી વાન, લાઈટીંગ, સાઉન્ડ સાથેના અત્યાધુનિક વાહનો આવી પહોંચ્યા છે. દક્ષિણના સુપર સ્ટાર રામચરણ તેજા, જુનિયર NTR તથા આલીયા ભટ્ટ સહિતના કલાકારો શુટીંગમાં જોડાવાની શક્યતા છે.

સિધ્ધપુરના આંગણે આટલા મોટા બેનર દ્વારા મોટા પાયે પહેલી વાર શુટીંગ યોજાઈ રહ્યું છે જેના કારણે સિધ્ધપુર વિશ્વ ફલક ઉપર વધારે પ્રસિધ્ધ થશે. શુટીંગ સ્થળે કોઈ અડચણ ઉભી ના થાય તે માટે તંત્ર દ્વારા પુરતો પોલીસ બંદોબસ્ત પણ ફાળવાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code