સિદ્ધપુર: તારીખ 17-18નવેમ્બરે માતૃવંદનાનો કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર, પાટણ ભારત પ્રસિદ્ધ માતૃતર્પણ તીર્થક્ષેત્ર એવા પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે માતૃવંદનાને પારંપારિક કાર્યક્રમ ચાલુ વર્ષે તારીખ 17-18 નવેમ્બરના રોજ રાત્રે 8 કલાકે બિંદુ સરોવર સન નગર, સંકુલના સાનિધ્યમાં યોજાનાર છે. કાર્યક્રમમાં પ્રથમ રાત્રે તારીખ 17 નવેમ્બરના રોજ મશહુર સુપ્રસિધ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી, સુપ્રસિધ્ધ ગાયીકા અને ગૌરવ પુરસ્કાર સન્માનિત ઇન્દીરા શ્રીમાળી, સાહિત્યકાર બાબુલ
 
સિદ્ધપુર: તારીખ 17-18નવેમ્બરે માતૃવંદનાનો કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર, પાટણ

ભારત પ્રસિદ્ધ માતૃતર્પણ તીર્થક્ષેત્ર એવા પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે માતૃવંદનાને પારંપારિક કાર્યક્રમ ચાલુ વર્ષે તારીખ 17-18 નવેમ્બરના રોજ રાત્રે 8 કલાકે બિંદુ સરોવર સન નગર, સંકુલના સાનિધ્યમાં યોજાનાર છે. કાર્યક્રમમાં પ્રથમ રાત્રે તારીખ 17 નવેમ્બરના રોજ મશહુર સુપ્રસિધ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી, સુપ્રસિધ્ધ ગાયીકા અને ગૌરવ પુરસ્કાર સન્માનિત ઇન્દીરા શ્રીમાળી, સાહિત્યકાર બાબુલ બારોટ અને હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળા દ્વારા શ્રોતાઓને સંમોહિત કરશે.

તારીખ 18 નવેમ્બરની રાત્રે લોક ગાયિકા કીંજલ દવે અને પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને લોક ગાયક જીજ્ઞેશ કવિરાજ તેમની કલાની પ્રસ્તુતિ કરશે. આ જાજરમાન કાર્યક્રમમાં રાજય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર અને બીજા દિવસે પાટણના પ્રભારી મંત્રી અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ ગુજરાત રાજયના વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ઉદ્ઘાટન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ કરશે. તેમજ પાટણ જિલ્લાના સાંસદ ભરતસિંહ ડાભી અને જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. સિદ્ધપુરનું પૌરાણિક મહાત્મ્ય હોવાથી ભગવાન કપિલ મુનિ અને માતા દેવહૂતિના આત્મબોધની કથા અને તેની સાથે બિંદુ સરોવરનું મહાત્મ્ય જોડાયેલું છે.

બિંદુ સરોવર એ માતાના વાત્સલ્યનું પ્રતીક છે. પુત્રના જ્ઞાન પ્રભાવથી હર્ષિત થયેલા માતા દેવહુતિની આંખમાં હર્ષાશ્રુ સરીપડ્યું. તેનું બિંદુસરોવર બન્યું હોઇ બિંદુ સરોવરના કાંઠે માતૃતર્પણનો મોટો મહિમા છે. આ ભાવકથાના અનુસંગમાં રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તીર્થના મહિમા વર્ધન માટે અને માતાની વંદનાના પ્રતીક રૂપે માતૃવંદના કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરાય છે.