સપાટો@સિધ્ધપુર: મધરાત્રે દારૂ ભરેલી કાર સાથે 3 ઇસમ ઝડપાયા, 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર હાઇવે પરથી પાટણ LCBની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 ઇસમને ઝડપી પાડ્યા છે. ગઇકાલે મધરાત્રે પાટણ LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ બાતમી મળી હતી કે, પાલનપુર તરફથી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અમદાવાદ તરફ જનાર છે. જેથી તાત્કાલિક LCBએ ટીમ સાથે સિધ્ધપુર પોલીસના કર્મીઓને પણ સાથે રાખી વોચ ગોઠવી
 
સપાટો@સિધ્ધપુર: મધરાત્રે દારૂ ભરેલી કાર સાથે 3 ઇસમ ઝડપાયા, 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર હાઇવે પરથી પાટણ LCBની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 ઇસમને ઝડપી પાડ્યા છે. ગઇકાલે મધરાત્રે પાટણ LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ બાતમી મળી હતી કે, પાલનપુર તરફથી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અમદાવાદ તરફ જનાર છે. જેથી તાત્કાલિક LCBએ ટીમ સાથે સિધ્ધપુર પોલીસના કર્મીઓને પણ સાથે રાખી વોચ ગોઠવી હતી. જે બાદમાં બાતમીવાળી કાર આવતાં તેને રોકી અંદરથી વિદેશી દારૂની બોટલો સહિત કુલ 2.48 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂ ભરી આપનાર સહિત કુલ 4 ઇસમ વિરૂધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને પાટણ LCB PI એ.બી.ભટ્ટ, PC મોડજી, વિનોદકુમાર, HC વિપુલકુમાર, અબ્દુલકૈયુમ અને જયેશજી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન અબ્દુલકૈયુમ અને વિનોદકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, પાલનપુર તરફથી વિદેશી દારૂ ભરેલી કાર સિધ્ધપુર થઇ અમદાવાદ જનાર છે. જેથી LCB PI એ સિધ્ધપુર PI ચિરાગ ગોસાઇને જાણ કરી સિધ્ધપુર પોલીસના કર્મીઓને સાથે રાખી વોચ ગોઠવી હતી.

સપાટો@સિધ્ધપુર: મધરાત્રે દારૂ ભરેલી કાર સાથે 3 ઇસમ ઝડપાયા, 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ LCBએ સિધ્ધપુર સરસ્વતી નદીના પુલ ઉપર ખળી ચાર રસ્તા તરફ જતાં રોડ ઉપર વોચ ગોઠવી ઇસમોને ઝડપી પાડ્યા હતા. LCBએ કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-60, કિ.રૂ.20,940, બિયર નંગ-58 કિ.રૂ.7830 મળી કુલ કિ.રૂ.28,770નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે મોબાઇલ કિ.રૂ.20,000 અને કારની કિ.રૂ.2,00,000 મળી કુલ કિ.રૂ.2,48,770નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ માળી ઉત્તમ, પઠાણ શાહરૂખ અને સિઝાન રફીકને ઝડપી પાડી દારૂ ભરાવનાર રાજપુર ગુણવંતસિંહ સહિત કુલ 4 ઇસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સિધ્ધપુર પોલીસે ચારેય સામે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 81, 98(2) અને મોટર વાહન અધિનિયમની કલમ 130, 192A, 177 મુજબ ગુનો નોંધતાં સમગ્ર કેસની તપાસ PSI એ.એમ.ચૌધરી ચલાવી રહ્યા છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો