સિધ્ધપુરઃ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે 2 રોડનું ખાતમુહૂર્ત કરાયું

અટલ સમાચાર, સિધ્ધપુર( હર્ષલ ઠાકર) સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે આજરોજ સરસ્વતી તાલુકાના ખોડાણા-ચમનપુરા રોડ તેમજ સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ-આનંદપૂરા એમ બે રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. આ બન્ને રોડ પૈકી સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ-આનંદપુરા ગામને સાંકળતો ૨.૨ કિમી રોડ ૧.૩૫ કરોડ માં જ્યારે સરસ્વતી તાલુકા ના ખોડાણા-ચમનપુરા ગામોને સાંકળતો ૩ કીમી રોડ ૧.૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર
 
સિધ્ધપુરઃ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે 2 રોડનું ખાતમુહૂર્ત કરાયું

અટલ સમાચાર, સિધ્ધપુર( હર્ષલ ઠાકર)

સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે આજરોજ સરસ્વતી તાલુકાના ખોડાણા-ચમનપુરા રોડ તેમજ સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ-આનંદપૂરા એમ બે રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. આ બન્ને રોડ પૈકી સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ-આનંદપુરા ગામને સાંકળતો ૨.૨ કિમી રોડ ૧.૩૫ કરોડ માં જ્યારે સરસ્વતી તાલુકા ના ખોડાણા-ચમનપુરા ગામોને સાંકળતો ૩ કીમી રોડ ૧.૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર છે. બન્ને તાલુકામાં આ રોડકામ શરૂ થનાર હોવાથી આ તમામ ગામોના સમસ્ત ગ્રામજનોએ હર્ષલ્લાસપૂર્વક સિદ્ધપુર વિસ્તારના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું ઉષ્માભેર સ્વાગત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રસંગે બેતાલીસ ગામ ઠાકોર સમાજના મંત્રી વાલજી જી.ઠાકોર, સરસ્વતી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સારજીજી ઠાકોર, કોઇટા સરપંચ રણજીસિંહ ઠાકોર, યુથ પ્રમુખ જબ્બરસિંહ ઠાકોર, એનએસયુઆઈ પ્રમુખ દાદુસિંહ ઠાકોર, અમરપુરા ડેલીગેટ, ખોડાણા સરપંચ, ઊંટવડા સરપંચ, ખારેડા સરપંચ, રૂપસંગજી ઠાકોર, વિહાજી ભગત, ધુમ્મડ સરપંચ, બકાજી ઠાકોર, જોગાજી ઠાકોર, ડેલીગેટ પ્રવિણજી, તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી.