વેપારઃ ચાંદીમાં કિલો દીઠ 300 રૂપિયાનો અને સોનામા પણ આટલો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક વૈશ્વિક માર્કેટમાં આવેલી નરમાઈના પગલે સ્થાનિક માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હી સરાફા બજારમાં સોમવારે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો હતો. સાથે સાથે અમદાવાદ માર્કેટમાં ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો હતો. જોકે, સોનામાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો
 
વેપારઃ ચાંદીમાં કિલો દીઠ 300 રૂપિયાનો અને સોનામા પણ આટલો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

વૈશ્વિક માર્કેટમાં આવેલી નરમાઈના પગલે સ્થાનિક માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હી સરાફા બજારમાં સોમવારે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો હતો. સાથે સાથે અમદાવાદ માર્કેટમાં ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો હતો. જોકે, સોનામાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો નોધાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોમવારે સપ્તાહની શરૂઆતના પહેલા દિવસે ચાંદીમાં કિલો દીઠ 300 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસાનો ભાવ 52,700 રૂપિયા અને ચાંદી રુપુંના ભાવ 52,500 રૂપિાયની સપાટીએ બંધ રહી હતી. જ્યારે સોનાના ભાવમાં શનિવારના બંધ ભાવમાં આજે કોઈ ફેરફાર ન થતાં સોનું સ્થિર રહ્યું હતું. જેના પગલે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,600 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યું છે. સાથે સાથે હોલમાર્ક દાગીનાના 10 ગ્રામનો ભાવ 49,785 રૂપિયાએ બંધ રહ્યો હતો.

આજે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 31 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 49,916 રૂપિયાના સ્તર ઉપર રહ્યું હતું. આ પહેલા કારોબારી દિવસમાં 49,947 રૂપિયાના સ્તેર બંધ રહ્યું હતું. આ ઉપરાંત ચાંદીના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો થતાં એક કિલો ચાંદીનો ભાવ 53,948 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રબંધક નિર્દેશક સોમાસુન્દરમ પીઆરના જણાવ્યા પ્રમાણે ભારતમાં ઓનલાઈન સોના બજાર 1-2 ટકા જ છે. પરંતુ ડિજિટલ કારોબારીઓ અને મોટા આભૂષણ વિક્રેતાઓ બંને તરફથી ખૂબ જ પ્રોપ્તાહન મળી રહ્યું છે. ડિજિટલ કારોબારવાળા સ્થિતિના એક અવરસના રૂપ માની રહ્યા છે. જ્યારે આભૂષણ વિક્રેતા પોતાના સ્ટોર મોડલની જરૂરી અનુપૂરક વસ્તુ માની રહ્યા છે.