સપાટો@મોડાસા: SOGએ ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના છોડ સાથે 1 ઇસમને દબોચ્યો

અટલ સમાચાર, મોડાસા મોડાસા તાલુકાના ગામેથી SOGએ બાતમી આધારે ખેતરમાં વાવણી કરેલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. અરવલ્લી SOGનો સ્ટાફ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે મોડાસા તાલુકાના ગામે તપાસ કરી હતી. જેમાં ખેતરમાં વાવણી કરેલા ગાંજાના છોડ કુલ કિ.રૂ. 46,630 હજારના ઝડપી પાડ્યા છે. આ સાથે SOGએ એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ
 
સપાટો@મોડાસા: SOGએ ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના છોડ સાથે 1 ઇસમને દબોચ્યો

અટલ સમાચાર, મોડાસા

મોડાસા તાલુકાના ગામેથી SOGએ બાતમી આધારે ખેતરમાં વાવણી કરેલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. અરવલ્લી SOGનો સ્ટાફ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે મોડાસા તાલુકાના ગામે તપાસ કરી હતી. જેમાં ખેતરમાં વાવણી કરેલા ગાંજાના છોડ કુલ કિ.રૂ. 46,630 હજારના ઝડપી પાડ્યા છે. આ સાથે SOGએ એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ગેરકાયદેસર ગાંજા જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતાં તથા રાખતા ઇસમોને શોધી કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને અરવલ્લી SOG PI જે.પી.ભરવાડ, AHC વિરભદ્રસિંહ, કલ્પેશસિંહ, પ્રવિણભાઇ, રાજેશકુમાર, APC. અતુલકુમાર, ધમેન્દ્રસિંહ, સિધ્ધરાજસિંહ, ધવલકુમાર અને ડ્રા.PC મહેશભાઇ સહિતનો સ્ટાફ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન AHC કલ્પેશસિંહને બાતમી મળી હતી કે, મોડાસા તાલુકાના તખતપુરા ગામે સુરજીભાઇ થાવરાભાઇ અસારી પોતાના કપાસના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરી છે.

આ દરમ્યાન ચોક્કસ બાતમી હોઇ SOG PI સહિતની ટીમે FSL અધિકારી તથા સરકારી પંચો સાથે રાખી બાતમીવાળા ખેતરમાં તપાસ કરી હતી. આરોપીના કપાસના વાવેતરવાળા ખેતરમાંથી SOGએ ગાંજાના છોડ નંગ-48 વાવણી કરેલા જેની કિ.રૂ.46,630નું ગણી ઝડપી પાડ્યા હતા. આ સાથે આરોપી ઇસમની પુછપરછ કરતાં ગાંજાના છોડની વાવણી બાબતે પાસ પરમીટ ન હોઇ ઇસમ વિરૂધ્ધ ધી નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફીક સબસ્ટન્સીસ એક્ટની કલમ 20 A મુજબ ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી છે.