સપાટો@સમી: ઘરની આગળ ઓરડીમાં સંતાડેલાં 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, સમી સમી તાલુકાના ગામે રહેણાંક મકાનની આગળની ઓરડી અને પાસેના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. પાટણ LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી સ્થળ પરથી એક ઇસમને ઝડપી પાડ્યો છે. LCBને બાતમી મળી હતી કે, સમી તાલુકાના ગામે 2 ઇસમો પોતાના ઘરની આગળની ઓરડીમાં દારૂ સંતાડી રાખી
 
સપાટો@સમી: ઘરની આગળ ઓરડીમાં સંતાડેલાં 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી તાલુકાના ગામે રહેણાંક મકાનની આગળની ઓરડી અને પાસેના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. પાટણ LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી સ્થળ પરથી એક ઇસમને ઝડપી પાડ્યો છે. LCBને બાતમી મળી હતી કે, સમી તાલુકાના ગામે 2 ઇસમો પોતાના ઘરની આગળની ઓરડીમાં દારૂ સંતાડી રાખી વેપાર કરે છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરી વિદેશી દારૂ સહિત 3.68 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે કુલ 2 ઇસમો વિરૂધ્ધ સમી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં પ્રોહીબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને પાટણ LCB PI એ.બી.ભટ્ટ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન HC અબ્દુલકૈયુમને ચોક્કસ બાતમી મળી હતી કે, સમી તાલુકાના રાફુ ગામે દરબાર ફતેસંગ અને આયર રમેશભાઇ ડાહ્યાભાઇ ભેગા મળી ઘરની આગળ બનાવેલ બેઠકની ડેલી(ઓફીસ)માં ગેરકાયદેસર દારૂ રાખી વેચાણ કરે છે.

સપાટો@સમી: ઘરની આગળ ઓરડીમાં સંતાડેલાં 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઇસમ ઝડપાયો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBએ તાત્કાલિક રેઇડ કરતાં સ્થળ પરથી આયર રમેશભાઇ ડાહ્યાભાઇને સાથે રાખી તપાસ કરતાં રૂમમાં તથા નજીકના ખેતરમાં કોલસાની બોરીઓ નીચે સંતાડેલ વિદેશી દારૂની બોટલો નંગ-4,320 કિ.રૂ.3,63,168નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે મોબાઇલ નંગ-1 કિ.રૂ.5,000 મળી કુલ કિ.રૂ.3,68,168નો મુદ્દામાલ જપ્ત કરી HC. વિપુલભાઇએ બંને સામે સમી પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 116-B, 81, 83 મુજબ ગુનો રજીસ્ટર કરાવતાં PSI દીલીપકુમાર ખરાડીએ વધુ તપાસ હાથ ધરી છે.

સપાટો@સમી: ઘરની આગળ ઓરડીમાં સંતાડેલાં 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઇસમ ઝડપાયો