આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે છાપી નજીકથી ટ્રકમાં સિમેન્ટની પાઇપોની આડમાં લઇ જવાતો લાખોનો દારૂ ઝડપાયો છે. બનાસકાંઠા LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે છાપી નજીક વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકી તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ સાથે અલગ-અલગ નંબર પ્લેટો પણ મળી આવી હોવાનું ખુલ્યુ છે. LCBએ 20,61,600નો વિદેશી દારૂ, સિમેન્ટની પાઇપો અને ટ્રક સહિત અધધધ 30,95,810નો મુદ્દામાલ જપ્ત કરતાં હડકંપ મચી ગયો છે. આ સાથે કુલ 5 ઇસમો વિરૂધ્ધ છાપી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા આદેશ આપેલ છે. જે અનુસંધાને LCB PI એચ.પી.પરમાર, PSI જી.એમ.ભુંભાણી સહિતની ટીમે દારૂ લગત મોટી કાર્યવાહી કરી છે. ગઇકાલે સાંજના સમયે ચોક્કસ બાતમી મેળવી છાપી નજીક વોચ ગોઠવી સિમેન્ટની પાઇપો ભરેલી ટ્રક રોકાવી હતી. જેમાં તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની બોટલો અને અલગ-અલગ નંબર પ્લેટો મળી આવી હતી. જેથી LCBએ ચાલકને ઝડપી પાડી પુછપરછ કર્યા બાદ દારૂ ભરાવનાર સહિત કુલ પાંચ ઇસમો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા LCBની ટીમે પ્રોહીબિશન લગત મોટી કાર્યવાહી કરતાં પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂ રાજસ્થાની ભરાવ્યો હોવાનું અને અમદાવાદ ઉતારવાનો હોવાનું ખુલ્યુ છે.LCBએ ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-3996 કિ.રૂ.20,61,600નો દારૂ, ટ્રક, સિમેન્ટની પાઇપો અને મોબાઇલ સહિત કુલ કિ.રૂ.30,95,810નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે પાંચ ઇસમ વિરૂધ્ધ આઇપીસી 420, 465, 467, 468, 471, 482 અને પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 116-B, 81, 98(2), 99 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code