સપાટો@સુરેન્દ્રનગર: ગામમાં અચાનક PGVCLની ટીમ ત્રાટકી, અંદાજે 6 લાખની વીજચોરી ઝડપાઇ

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ચુડા તાલુકાના ગામે ગત મોડીરાત્રે PGVCLની ટીમે વીજચોરી ઝડપી પાડી છે. પંથકમાં નર્મદાની કેનાલ ઉપર ઈલેકટ્રીક મશીન મુકી અને સરકારી વાયર સાથે જોડાણ આપી પાણી મેળવતાં ખેડૂતો પર વીજતંત્રે ચેકિંગ હાથ ધરતાં હડકંપ મચી ગયો છે. ઇલેક્ટ્રીક મશીનમાં સીધી સરકારી વીજ લાઈનોમાં જોડાણ આપી અને ખેડૂતો દ્વારા વીજળી ચોરી કરાતી હોવાનું
 
સપાટો@સુરેન્દ્રનગર: ગામમાં અચાનક PGVCLની ટીમ ત્રાટકી, અંદાજે 6 લાખની વીજચોરી ઝડપાઇ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ચુડા તાલુકાના ગામે ગત મોડીરાત્રે PGVCLની ટીમે વીજચોરી ઝડપી પાડી છે. પંથકમાં નર્મદાની કેનાલ ઉપર ઈલેકટ્રીક મશીન મુકી અને સરકારી વાયર સાથે જોડાણ આપી પાણી મેળવતાં ખેડૂતો પર વીજતંત્રે ચેકિંગ હાથ ધરતાં હડકંપ મચી ગયો છે. ઇલેક્ટ્રીક મશીનમાં સીધી સરકારી વીજ લાઈનોમાં જોડાણ આપી અને ખેડૂતો દ્વારા વીજળી ચોરી કરાતી હોવાનું સામે આવતાં અંદાજીત છ લાખની વીજચોરી ઝડપી પાડી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ના લીયાદ ગામે મોડી રાત્રે ચુડા PGVCLની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ઇલેક્ટ્રિક મશીન મૂકી અને પાણી મેળવતાં ખેડૂતો ની મોટરો અને મશીનો PGVCLની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી. આ ઇલેક્ટ્રીક મશીનમાં સીધી સરકારી વીજ લાઈનોમાં જોડાણ આપી અને ખેડૂતો દ્વારા વીજળી ચોરી કરાતી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. PGVCLની ટીમ દ્વારા આ ચેકિંગ દરમ્યાન વીજ ચોરી કરતા ઈલેક્ટ્રીક મશીનો અને સામગ્રી કબજે મેળવી લીધી હતી.