સપાટો@શામળાજી: ચોખાના ભૂસાની આડમાં લઇ જવાતાં 6 લાખના દારૂ સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી ગઇકાલે મોડીરાત્રે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. વિગતો મુજબ અણસોલ ચેકપોસ્ટ પર શામળાજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકને રોકાવી તલાશી લીધી હતી. જેમાં ચોખાના ભૂસાની આડમાં લઇ જવાતાં 6 લાખનો દારૂ ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી બે ઇસમોને
 
સપાટો@શામળાજી: ચોખાના ભૂસાની આડમાં લઇ જવાતાં 6 લાખના દારૂ સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી ગઇકાલે મોડીરાત્રે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. વિગતો મુજબ અણસોલ ચેકપોસ્ટ પર શામળાજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકને રોકાવી તલાશી લીધી હતી. જેમાં ચોખાના ભૂસાની આડમાં લઇ જવાતાં 6 લાખનો દારૂ ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી બે ઇસમોને ઝડપી પાડી કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે કુલ ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી SP સંજય ખરાતે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને શામળાજી PSI એ.આર.પટેલ સહિતની ટીમ ગઇકાલે રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન અણસોલ ચેકપોસ્ટ પર રાજસ્થાની આવતી એક ટ્રકની શંકાના આધારે તલાશી લીધી હતી. જેમાં પ્રથમ ચોખાના ભૂસાના કટ્ટા હોઇ ઝીણવટપુર્વક તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

સપાટો@શામળાજી: ચોખાના ભૂસાની આડમાં લઇ જવાતાં 6 લાખના દારૂ સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શામળાજી પોલીસે અણસોલ ચેક પોસ્ટ પરથી ફરી એકવાર વિદેશી દારૂની હેરાફેરી અટકાવી છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-111, બોટલો અને ક્વાટર નંગ-1423 કિ.રૂ.6,49,852નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે મોબાઇલ નંગ-2 કિ.રૂ.4,000 અને મહિન્દ્રા ટ્રકની કિ.રૂ.8,00,000મળી કુલ કિ.રૂ.14,53,852નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ સ્થળ પરથી ગણેશરાવ અને ભંવરસિંહ નામના 2 ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. આ સાથે અન્ય એક ઇસમ ફરાર હોઇ ત્રણેય સામે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 116-B, 98(2), 81, 83 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.