SOG@ભિલોડા: યુવતિને બદનામ કરવા ફેસબુકમાં બિભત્સ લખાણ કરી ફોટા મુકનાર ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા ભિલોડા પંથકની યુવતિના ફેસબુક ઉપર બિભત્સ લખાણ કરી તેને બદનામ કરવાનુ કૃત્ય કરનાર ઇસમને SOGએ ઝડપી લીધો છે. ભિલોડા તાલુકાના એક ગામની યુવતિના ફેસબુક એકાઉન્ટ ઉપર આરોપી ઇસમ પોતાનું નામ બદલી અને ખરાબ લખાણ કરતો હતો. આ સાથે યુવતિને બદનામ કરવાના કૃત્યને લઇ તેના પિતાએ ભિલોડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી
 
SOG@ભિલોડા: યુવતિને બદનામ કરવા ફેસબુકમાં બિભત્સ લખાણ કરી ફોટા મુકનાર ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

ભિલોડા પંથકની યુવતિના ફેસબુક ઉપર બિભત્સ લખાણ કરી તેને બદનામ કરવાનુ કૃત્ય કરનાર ઇસમને SOGએ ઝડપી લીધો છે. ભિલોડા તાલુકાના એક ગામની યુવતિના ફેસબુક એકાઉન્ટ ઉપર આરોપી ઇસમ પોતાનું નામ બદલી અને ખરાબ લખાણ કરતો હતો. આ સાથે યુવતિને બદનામ કરવાના કૃત્યને લઇ તેના પિતાએ ભિલોડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જે અનુસંધાને અરવલ્લી SOG PIની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના એક ગામે યુવતિના ફેસબુક એકાઉન્ટ ઉપર બિભત્સ લખાણ કરી બદનામ કરવા ફોટા અપલોડ કર્યા હતા. જેને લઇ યુવતિના પિતાએ ભિલોડા પોલીસ મથકે ઇસમ સામે આઇપીસીની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. જે મામલે અરવલ્લી SOG PI જે.પી.ભરવાડની ટીમે ટેક્નિકલ રીતે એનાલીસીસ કરી આરોપીને શોધી કાઢ્યો હતો. આરોપી ભિલોડા તાલુકાના ખલવાડના પ્રતિક મગનભાઇ ખરાડીને ઝડપી લીધો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી પ્રતિકે પોતાના ફેસબુક એકાઉન્ટનું નામ બદલી ફરીયાદીની દીકરીને બદનામ કરવા કૃત્ય આચર્યુ હતુ. પ્રતિકે યુવતિના ફોટાઓ ઉપર ખરાબ લખાણ લખી ફોટાઓ અપલોડ કર્યા હોઇ તેને ઝડપી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.