સોનૂ સૂદઃ બાળકોનાં ઓનલાઇન ક્લાસ માટે ગાય વેચનારા પિતાને શોધે છે

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉનની વચ્ચે એક્ટરે હજારો રોજનું કમાઇ ખાનારા મજૂરોને તેમનાં ઘરે પહોચાડવાનું કામ કર્યુ છે. કોરોના વાયરસનાં કહેર વચ્ચે આગળ વધીને લોકોની મદદ કરી રહ્યો છે. એટલું જ નહીં કોરોના કહેરની વચ્ચે તેણે મજૂરોની મદદ કરવા માટે એક એપ લોન્ચ કરી છે જેમાં આ મજૂરોને ઘેર બેઠા ક્યાં કામ છે તેની જાણકારી મળી
 
સોનૂ સૂદઃ બાળકોનાં ઓનલાઇન ક્લાસ માટે ગાય વેચનારા પિતાને શોધે છે

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉનની વચ્ચે એક્ટરે હજારો રોજનું કમાઇ ખાનારા મજૂરોને તેમનાં ઘરે પહોચાડવાનું કામ કર્યુ છે. કોરોના વાયરસનાં કહેર વચ્ચે આગળ વધીને લોકોની મદદ કરી રહ્યો છે. એટલું જ નહીં કોરોના કહેરની વચ્ચે તેણે મજૂરોની મદદ કરવા માટે એક એપ લોન્ચ કરી છે જેમાં આ મજૂરોને ઘેર બેઠા ક્યાં કામ છે તેની જાણકારી મળી રહે. આ માટે મજૂરોએ એક રૂપિયો આપવાનો નથી. હાલમાં જ સોનૂ સૂદ તે વ્યક્તિની મદદ માટે હાથ લંબાવ્યો છે જેને તેનાં બાળકોની ઓનલાઇન ક્લાસિસ માટે સ્માર્ટ ફોન લેવા માટે ગાય વેંચી દીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

હાલમાં જ એક વ્યક્તિએ ટ્વિટર પર એક સમાચારનું કટિંગ શેર કર્યુ હતું જેમાં એક વ્યક્તિએ તેની ગાય એટલે વેંચી કાઢી કે તે તેનાં બાળકોનાં ઓનલાઇન ક્લાસિસ માટે સ્માર્ટફોન ખરીદી શકે. આર્થિક તંગીને કારણે તે વ્યક્તિએ આમ કરવું પડ્યું હતું. ટ્વિટર યૂઝરે આ પોસ્ટને રિટ્વિટ કરતાં સોનૂ સૂદે હવે આ વ્યક્તિની મદદની જવાબદારી ઉઠાવી છે. તે માટે એક્ટરે લોકોને તે વ્યક્તિ સંબંધિત ડિટેઇલ માંગી છે. એક્ટરે ટ્વિટમાં લખ્યું છે, ચાલો, તેને તેની ગાય પરત અપાવીએ. શું કોઇ મને તેમની ડિટેઇલ આપવામાં મદદ કરી શકે છે.

સોનૂ સૂદઃ બાળકોનાં ઓનલાઇન ક્લાસ માટે ગાય વેચનારા પિતાને શોધે છે
file photo

સોનૂ સૂદ કોરોના વાયરસની વચ્ચે સંપૂર્ણ જવાબદારીથી મુશ્કેલીમાં ફસાયેલાં લોકોની મદદ માટે આગળ આવ્યો છે. હાલમાં કિર્ગિસ્તાનમાં ફસાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને ચાર્ટડ પ્લેનથી વારાણસી ભારત લાવવામાં આવ્યાં. સતત લોકોની મદદ કરવાને લઇ સોનૂ સૂદની સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ વખાણ કરવામાં આવી રહ્યાં છે. સામાન્ય લોકોથી લઇ સેલિબ્રિટીઝ અને રાજનેતાઓ પણ વખાણ કરી રહ્યાં છે