સપાટો@કડી: ફાર્મમાંથી દારૂ અને બિયર સહિત 5.80 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી તાલુકાના ગામેથી બાવલુ પોલીસે ઓરડીમાં સંતાડીને વિદેશી દારૂનો વેપાર કરતાં બે ઇસમને ઝડપી પાડ્યા છે. બાવલુ પોલીસની ટીમ ગઇકાલે સાંજે પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, બે ઇસમો વિદેશી દારૂનો વેપાર કરે છે. જેથી ફાર્મમાંથી બે ઇસમોને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે
 
સપાટો@કડી: ફાર્મમાંથી દારૂ અને બિયર સહિત 5.80 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી તાલુકાના ગામેથી બાવલુ પોલીસે ઓરડીમાં સંતાડીને વિદેશી દારૂનો વેપાર કરતાં બે ઇસમને ઝડપી પાડ્યા છે. બાવલુ પોલીસની ટીમ ગઇકાલે સાંજે પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, બે ઇસમો વિદેશી દારૂનો વેપાર કરે છે. જેથી ફાર્મમાંથી બે ઇસમોને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે સ્થળ પરથી કુલ કિ.રૂ.5.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 3 ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને બાવલુ PSI એ.એન.દેસાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે દેલ્લાથી વલાવડી જવાના રોડ ઉપર વળાંકમાં મોમીન મહંમદ હનીફના ફાર્મમાં રેઇડ કરી હતી. જ્યાં સ્થળ પરથી પઠાણ નાસીરખાન ઉર્ફે કાળુભાઇ (દશાડા, સુરેન્દ્રનગર) અને મલેક હૈદરભાઇ રેમુભાઇ(દેલ્લા, તા.કડી)ને ઝડપી પાડ્યો હતો.

સપાટો@કડી: ફાર્મમાંથી દારૂ અને બિયર સહિત 5.80 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બાવલુ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરતાં પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ નંગ-1464 કિ.રૂ.5,96,800, બિયરના ટીન નંગ-528 કિ.રૂ.68,640, મોટર સાયકલ કિ.રૂ.10,000, મોબાઇલ કિ.રૂ.4,000, રોકડ રકમ રૂ.1,000 મળી કુલ કિ.રૂ.5,80,440નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ત્રણ ઇસમ સામે બાવલુ પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.