સ્પેશ્યલ@અમદાવાદ: કોરોના વાયરસને લઇ માસ્ક બનાવતી કંપનીઓને લોટરી

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં ચાંગોદરમાં અચાનકથી માસ્ક બનાવતી કંપનીનું ઉત્પાદન વધી ગયુ છે રોજના બે શિફ્ટમાં કામ કરીને માણસો 2 લાખથી વધુ માસ્ક બનાવી રહ્યા છે. કોરોના વાઈરસના ડરથી માસ્કના બજારમાં તેજી આવી ગઈ છે. તેને ડર કહો કે સતર્કતા, બજારમાં માસ્કની માંગ અનેકગણી વધી ગઈ છે. દેશમાં રૂ. 200 કરોડની માસ્ક ઈન્ડસ્ટ્રી બે જ મહિનામાં
 
સ્પેશ્યલ@અમદાવાદ: કોરોના વાયરસને લઇ માસ્ક બનાવતી કંપનીઓને લોટરી

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં ચાંગોદરમાં અચાનકથી માસ્ક બનાવતી કંપનીનું ઉત્પાદન વધી ગયુ છે રોજના બે શિફ્ટમાં કામ કરીને માણસો 2 લાખથી વધુ માસ્ક બનાવી રહ્યા છે. કોરોના વાઈરસના ડરથી માસ્કના બજારમાં તેજી આવી ગઈ છે. તેને ડર કહો કે સતર્કતા, બજારમાં માસ્કની માંગ અનેકગણી વધી ગઈ છે. દેશમાં રૂ. 200 કરોડની માસ્ક ઈન્ડસ્ટ્રી બે જ મહિનામાં રૂ. 400 કરોડની થઈ ગઈ છે. માસ્કની કિંમતમાં પણ 1000 ટકાનો જંગી વધારો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના ચાંગોદરમાં સર્જિકલ માસ્ક બનાવતા એકમોમાં ધમધમી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં તેનું ઉત્પાદન અનેકગણું વધી ગયું છે. નાના એકમમાં પણ સામાન્ય દિવસોમાં અહીં ધૂળના પ્રદૂષણથી બચી શકાય એવા પહેલા જ્યારે 100 માસ્ક બનતા, પરંતુ હવે તે બનાવવાનું બંધ કરીને એન્ટિ વાઈરસ માસ્ક બનાવાઈ રહ્યા છે. તે પણ રોજના બે લાખ. અત્યંત સુરક્ષિત મનાતા પાંચ લેયરના માસ્ક પણ પ્રતિદિન 250 માસ્ક બનાવાઈ રહ્યા છે. એટલે ઉત્પાદનમાં સીધો દોઢસો ટકાથી પણ વધુનો વધારો થયો છે.

સ્પેશ્યલ@અમદાવાદ: કોરોના વાયરસને લઇ માસ્ક બનાવતી કંપનીઓને લોટરી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રોજના 2 લાખથી પણ વધુ માસ્ક બની રહ્યા છે. હજારો લોકોની ટીમ બે શિફ્ટમાં માસ્ક બનાવી રહી છે. અહીંથી અન્ય રાજ્યોમાં પણ માસ્ક સપ્લાય કરાય છે. નોંધનીય છે કે, કોરોના વાઈરસના ડરથી દેશભરમાં માસ્કની માંગ વધી રહી છે.

સ્પેશ્યલ@અમદાવાદ: કોરોના વાયરસને લઇ માસ્ક બનાવતી કંપનીઓને લોટરી

5 લેયરવાળા N95 માસ્ક હોય છે સૌથી સુરક્ષિત

સિંગલ લેયરનું કોટનનું સામાન્ય માસ્ક બેઝીક માસ્ક છે જે બજારમાં રૂ. 7થી 10માં વેચાતું હતું તેની કિંમત હવે 20થી 30 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ટ્રિપલ લેયરનું રૂા, 15ની કિંમતના માસ્કની કિંમત 30થી 40 રૂપિયા થઈ ગઈ છે. એન 95 માસ્કની તો રીતસર પડાપડી થાય છે. આ માસ્કનો સૌખી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ફિલ્ટર ક્લિપ હોય છે જેને કારણે બેક્ટેરિયા કે વાયરસને શ્વાસમાં જતા અટકાવે છે.