સ્પેશ્યલ@અમદાવાદ: ઝુંપડપટ્ટીના બાળકોની પોલીસે બદલી દીશા, વ્યસનથી શિક્ષણ તરફ

અટલ સમાચાર, અમદાવાદ અમદાવાદ પોલીસ ફરી એકવાર માનવતાની મિશાલ બની છે. પોલીસ દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને વ્યસનથી શિક્ષણ તરફ લઇ જવાનો પ્રયન્ત સફળ રહ્યો છે. પકવાન ચાર રસ્તા એસ.જી. હાઇવે પર આવેલી પોલીસ ચોકીની આસપાસ ભીખ માંગતા, ઝુંપડપટ્ટીમાં રહેતા અને જરુરિયાતમંદ બાળકો માટે પોલીસ શિક્ષક બનીને આ બાળકોને ભણાવી રહી છે. ત્યારે
 
સ્પેશ્યલ@અમદાવાદ: ઝુંપડપટ્ટીના બાળકોની પોલીસે બદલી દીશા, વ્યસનથી શિક્ષણ તરફ

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદ પોલીસ ફરી એકવાર માનવતાની મિશાલ બની છે. પોલીસ દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને વ્યસનથી શિક્ષણ તરફ લઇ જવાનો પ્રયન્ત સફળ રહ્યો છે. પકવાન ચાર રસ્તા એસ.જી. હાઇવે પર આવેલી પોલીસ ચોકીની આસપાસ ભીખ માંગતા, ઝુંપડપટ્ટીમાં રહેતા અને જરુરિયાતમંદ બાળકો માટે પોલીસ શિક્ષક બનીને આ બાળકોને ભણાવી રહી છે. ત્યારે બીજી આવી જ પાઠશાળા શિવરંજની ચાર રસ્તા પણ ચાલી રહી છે.

સ્પેશ્યલ@અમદાવાદ: ઝુંપડપટ્ટીના બાળકોની પોલીસે બદલી દીશા, વ્યસનથી શિક્ષણ તરફ

સામાન્ય રીતે પોલીસથી લોકો ડરતા જ હોય છે પણ પોલીસનું આ સ્વરૂપ તમને પણ ખુશી થશે કેમ કે, પોલીસે શ્રમજીવી પરિવારના બાળકો માટે એક શાળા શરૂ કરી છે. જેમાં બાળકોને પોલીસ જ ભણાવી રહી છે. પોલીસ પાઠશાળા શરૂ થઈ ત્યારે સૌથી મોટો પડકાર હતો કે, બાળકો ભણવા આવશે અને થોડા જ દિવસોમાં પોલીસ સ્ટેશનમાં બાળકો ભણાવવા લાગ્યા હતા. કેમ કે, ઘણા બાળકો તમાકુ જેવી વસ્તુઓના વ્યસની હતા.

સ્પેશ્યલ@અમદાવાદ: ઝુંપડપટ્ટીના બાળકોની પોલીસે બદલી દીશા, વ્યસનથી શિક્ષણ તરફ

ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા પોલીસ માટે પડકારજનક

પોલીસ માટે આ કાર્ય ખુબ જ અઘરૂ કહી શકાય કેમ કે, મા-બાપ માટે પણ કમાવવાનું સાધન હોવાથી બાળકોના વાલીઓને પણ રાજી કરવા અઘરા હતા. ત્યારે શરુઆતમાં બાળકોને કક્કો શીખવાને બદલે વ્યસનમુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ શિક્ષણ આપી એક સારા નાગરિક બનાવ્યા હતા.

સ્પેશ્યલ@અમદાવાદ: ઝુંપડપટ્ટીના બાળકોની પોલીસે બદલી દીશા, વ્યસનથી શિક્ષણ તરફ

હાલ, આ પાઠશાળાની અસરએ થઈ છે કે, જે બાળકો એક સમયે તેમનું નામ પણ નહોતા બોલી શકતા તેઓ હવે તેમનું નામ લખતા વાંચતાએ ગણિતના અઘરા દાખલા ગણતા શીખી ગયા છે.

અમદાવાદમાં ક્યાં ચાલે છે ‘પોલીસ પાઠશાળા’

અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે પર આવેલી પોલીસ ચોકીની આસપાસ ભીખ માંગતા, ઝુંપડપટ્ટીમાં રહેતા અને જરુરિયાતમંદ બાળકો માટે પોલીસ શિક્ષક બનીને આ બાળકોને ભણાવી રહી છે. પકવાન ટ્રાફિક પોલીસ ચોકીમાં અભ્યાસ લઇ રહ્યા છે. લગભગ છેલ્લાં એક વર્ષથી સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી ચાલતી ‘પોલીસ પાઠશાળા’ ના કારણે ઘણા ગરીબ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.

સ્પેશ્યલ@અમદાવાદ: ઝુંપડપટ્ટીના બાળકોની પોલીસે બદલી દીશા, વ્યસનથી શિક્ષણ તરફ

પોલીસના આ ભગીરથ કાર્યના કારણે આસપાસના ગરીબ બાળકોએ ભીખ માગવાનું કામ છોડીને ભણવા પ્રત્યે પ્રેરિત થયા છે. ત્યારે બીજી આવીજ પાઠશાળા શિવરંજની ચાર રસ્તા પણ ચાલી રહી છે. 2018માં શરૂ થયેલી ‘પોલીસ પાઠશાળા’માં શરુઆતના દિવસોમાં 5 થી 1૦ બાળકોને ભણાવામાં આવતા હતા. આજે એક વર્ષના અંતે પોલીસના પ્રયત્નોથી દરરોજ 22-25 બાળકો સોમવારથી-શનિવાર સુધી સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી ‘પોલીસ પાઠશાળા’માં ભણી રહ્યા છે.

સ્પેશ્યલ@અમદાવાદ: ઝુંપડપટ્ટીના બાળકોની પોલીસે બદલી દીશા, વ્યસનથી શિક્ષણ તરફ

‘પોલીસ પાઠશાળા’ થી બાળકોને શું-શું મળ્યું ?

બાળકો ભણવાની સાથે-સાથે વિવિધ પ્રકારની પ્રવુતિ કરી રહ્યા છે. જેમ કે, અલગ-અલગ રમત, સાંસ્કૃતિક સહીતની પ્રવુતિ કરાવવામાં આવી રહી છે. ‘પોલીસ પાઠશાળા’ શરુ થઇ ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા ફંડ ભેગું કરીને બાળકોને નાસ્તો, સ્ટેશનરી, બુક ઉપરાંત જરુરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી. હાલ પોલીસ સ્ટાફની સાથે-સાથે લોકોના સહયોગથી ‘પોલીસ પાઠશાળા’ ચાલી રહી છે.

સ્પેશ્યલ@અમદાવાદ: ઝુંપડપટ્ટીના બાળકોની પોલીસે બદલી દીશા, વ્યસનથી શિક્ષણ તરફ