સ્પેશ્યલઃ અમિત શાહનો આજે 56મો જન્મદિવસ, PM મોદીએ શુભેચ્છા પાઠવી

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ નો આજે જન્મદિવસ છે. અમિત શાહની ચૂંટણી પ્રબંધન ક્ષમતાના કારણે તેમને ‘ચાણક્ય’ના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. બીજેપી (BJP)ના ઈતિહાસમાં જ્યારથી અમિત શાહને પાર્ટીની કમાન મળી છે તેમનો કાળ સ્વર્ણિમ રહ્યો છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. ગૃહ
 
સ્પેશ્યલઃ અમિત શાહનો આજે 56મો જન્મદિવસ, PM મોદીએ શુભેચ્છા પાઠવી

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ નો આજે જન્મદિવસ છે. અમિત શાહની ચૂંટણી પ્રબંધન ક્ષમતાના કારણે તેમને ‘ચાણક્ય’ના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. બીજેપી (BJP)ના ઈતિહાસમાં જ્યારથી અમિત શાહને પાર્ટીની કમાન મળી છે તેમનો કાળ સ્વર્ણિમ રહ્યો છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. ગૃહ મંત્રીના ખાસ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ , કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રી અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, અમિત શાહજીને જન્મ દિવસની શુભેચ્છાઓ. આપણો દેશ એ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો સાક્ષી છે, જેનાથી તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. બીજેપીમાં મજબૂતીમાં તેમનું યોગદાન પણ સ્મરણીય છે. ઈશ્વર તેમને ભારતની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે.

રેલ મંત્રી પીયૂષ ગોયલે અમિત શાહને દીર્ધાયુ થવાની કામના કરી. તેઓએ ટ્વીટ કર્યું કે, અથાગ પરિશ્રમથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહેલા ગૃહ મંત્રી અમિત શાહજીને જન્મ દિવસની શુભકામનાઓ. CAA તથા આર્ટિકલ 370 હટાવવા જેવા દેશહિતના નિર્ણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવાની સાથે જ બીજેપી સંગઠન અને રાજ્યોમાં બીજેપી સરકારના વિસ્તારમાં આપનું અતુલનીય યોગદાન રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ અમિત શાહને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી. તેઓએ ટ્વિટ કર્યું કે, દેશના ગૃહ મંત્રી અને કેબિનેટમાં મારા સાથી અમિત શાહજીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. તમે સ્વસ્થ અને દીધાર્યુ રહો, ઈશ્વરથી આ જ કામના કરું છું.