રથયાત્રા@અમદાવાદઃ અષાઢીબીજે ભગવાન જગન્નાથજીના ભક્તો માટે કરાઇ વિશેષ વ્યવસ્થા

અટલ સમાચાર. ડેસ્ક અમદાવાદમાં અષાઢી બીજના દિવસે દરવર્ષની જેમ આ વખતે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહી નીકળે. મંદિર પરિસરમાં જ ત્રણેય રથોને ફેરવવામાં આવશે. નગરના માર્ગો પર આ વખતે જગન્નાથજી નગરચર્યાએ નહી નીકળે.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે ભક્તો માટે માર્ગો પર નહી નીકળે. જો કે આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહિંદવિધિની પરંપરા નીભાવવા મંદિરે પહોચી
 
રથયાત્રા@અમદાવાદઃ અષાઢીબીજે ભગવાન જગન્નાથજીના ભક્તો માટે કરાઇ વિશેષ વ્યવસ્થા

અટલ સમાચાર. ડેસ્ક

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે દરવર્ષની જેમ આ વખતે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહી નીકળે.  મંદિર પરિસરમાં જ ત્રણેય રથોને ફેરવવામાં આવશે. નગરના માર્ગો પર આ વખતે જગન્નાથજી નગરચર્યાએ નહી નીકળે.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે ભક્તો માટે માર્ગો પર નહી નીકળે. જો કે આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહિંદવિધિની પરંપરા નીભાવવા મંદિરે પહોચી શકે છે. જો મંગળવા આરતી સમયે અમિતશાહ પણ હાજર રહી શકે છે.  મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજી, બલરામ ભાઇ અને બહેન સુભદ્રાજીના રથ ફરશે. મંદિર પરિસરમાં લોકો દર્શન કરી શકશે. ભાવિક ભક્તોને ઘરે બેઠા મીડિયાના માધ્યમથી જ દર્શન કરવા માટે મહંત દિલીપદાસજીએ અપીલ કરી છે.

ઈતિહાસમાં પહેલી વખત ત્રણેય રથ મંદિરમાંથી બહાર નહીં નીકળે, પરંતુ રથ મંદિર પરિસરમાં ફેરવી દર્શન માટે રખાશે. આજે સાંજે 6 કલાકે CM રૂપાણી પૂજા – આરતી કરશે. સાંજે 8 કલાકે મંદિરમાં મહાઆરતી કરાશે.નોધનીય છે કે, રવિવારે રાત્રે રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં બેઠક મળી હતી. પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. અમદાવાદમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે. ત્યારે જગન્નાથજીની રથયાત્રાઉપર ગુજરાત હાઈકોર્ટે  સ્ટે આપ્યો છે. જેથી આ વખતે રથયાત્રા મંદિર પરિસર બહાર માર્ગો પર નહી નીકળે. મંદિર પરિસરમાં જ રથો પરિક્રમા કરશે. ત્યારબાદ ભક્તો માટે દર્શન માટે રથ મંદિર પરિસરમાં રખાશે. છેલ્લા 142 વર્ષમાં પ્રથમવાર એવુ બન્યુ છે કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે રથયાત્રા નહી યોજાય.