આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

એકવીસમાં સદીમાં મીનીએચર સ્કલ્પચર આર્ટ જ્યારે લુપ્ત થઇ રહ્યુ છે ત્યારે ચાંદખેડા મુકેશ પંડ્યા વાર-તહવારે અવનવુ સર્જન કરી તેને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે.


સરદાર વલ્લભભાઇ પટેલ

ગઇકાલે જ સરદાર પટેલ જયંતિની દેશભરમાં ધામધૂમથી ઉમજણી કરાઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણ બાદ સરદાર પટેલનું વિરાટ સ્વરૂપ તો આખી દુનિયાએ જોયુ. પરંતુ તેમના વામન સ્વરૂપનું સર્જન મુકેશ પંડ્યાએ કર્યુ છે.

ફિલ્મ અભિનેતા અભિતાભ બચ્ચન

મૂળ મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બલાસર ગામના વતની મુકેશ પંડ્યા હાલ ચાંદખેડામાં રહે છે. મીનીએચર સ્કલ્પચર આર્ટ જ્યારે લુપ્ત થઇ રહ્યુ છે ત્યારે મુકેશ પંડ્યા દર વાર-તહેવારે અવનવી આર્ટનું નિમાર્ણ કરે છે. દરેક મહાપુરૂષના જન્મદિવસે મુકેશ પંડ્યા અવનવી આર્ટ તૈયાર કરે છે. અત્યાર સુધી તેમને સુભાષચંદ્ર બોસ, ડો. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન જેવા અનેક મહાનુભાવોની આર્ટ તૈયાર કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

આ ઉપરાંત મુકેશ પંડયાએ પેપર કટિંગ કરીને પણ ભારતીય મહાપુરુષોના પોર્ટેટ કરેલા છે. પેપર ક્રાફટના તેમના પ્રદર્શનો પણ યોજાયેલ છે. એકવીસમાં સદીમાં લુપ્ત થતી મીનીએચર સ્કલ્પચર આર્ટને જીવંત રાખવા એક જવાબદાર સર્જક તરીકેની જવાબદારી મુકેશ પંડ્યા નિભાવી રહ્યા છે.

25 May 2020, 11:29 AM (GMT)

COVID-19 Global Stats

5,581,385 Total Cases
347,532 Death Cases
2,361,015 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code