સ્પેશ્યલ@અયોધ્યા: ઐતિહાસિક ચુકાદા પહેલા મહેસાણામાં જડબેસલાક બંદોબસ્ત

અટલ સમાચાર,મહેસાણા અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને લઇ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા મામલે ચુકાદો આવનાર છે, ત્યારે ગુરુવારથી જ તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે,ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવાયું છે. મહેસાણામાં પણ આજે વહેલી સવારથી જ જડબેસલાક પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ગુજરાત પોલીસની રજાઓ કેન્સલ કરાઈ
 
સ્પેશ્યલ@અયોધ્યા: ઐતિહાસિક ચુકાદા પહેલા મહેસાણામાં જડબેસલાક બંદોબસ્ત

અટલ સમાચાર,મહેસાણા

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને લઇ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા મામલે ચુકાદો આવનાર છે, ત્યારે ગુરુવારથી જ તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે,ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવાયું છે. મહેસાણામાં પણ આજે વહેલી સવારથી જ જડબેસલાક પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ગુજરાત પોલીસની રજાઓ કેન્સલ કરાઈ છે અને નોકરીમાં પાછા ફરવાનો આદેશ કરાયો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને લઇ મહેસાણામાં ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. મહેસાણામાં હેડક્વાર્ટર સહિત જિલ્લાના તમામ પોલીસ મથકમાં પોલીસ ખડેપગે રહેશે. જિલ્લાના એક એસપી સહિત 5 ડીવાયએસપી અને તમામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઇ ખડેપગે રહેશે. પેરા મિલિટરી ફોર્સ સહિત 3000 હજારથી વધુ પોલીસ કર્મી ખડે પગે રહેશે. સેન્સીટિવ વિસ્તારમાં ખાસ નજર રાખવામાં આવશે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે વિવિધ શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

સોશિયલ મિડિયા પર નજર અને એજન્સીઓને એલર્ટ રહેવા આદેશ

સાઇબર ક્રાઇમ અને એસઓજી સહિતની એજન્સીઓને એલર્ટ રહેવા આદેશ કર્યા છે. સોસિયલ મિડિયા પર પોલીસ બાજ નજર રાખશે અફવા ફેલાવનાર કે ખોટા મેસેજ વાઇરલ કરનાર પર નજર રાખવામાં આવશે. એસઓજી, એટીએસ સહિતની એજન્સીઓ સતત પેટ્રોલીંગ અને સંવેદનશીલ જગ્યા પર હાજર રહેશે.

રજા રદ કરવા આદેશ, અધિકારીઓને વડુ મથક પહોચવા ટેલીફોનીક સુચના

રજા પર ગયેલા ઉચ્ચ અધિકારીઓને હાજર થવા આદેશ કર્યા છે અને જેમને રજા લીધી હતી તેમની તાકીદે રજાઓ રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને ટેલીફોનીક પોતાના વડુ મથકે હાજર થવા આદેશ કર્યા છે.