સ્પેશ્યલ@બનાસકાંઠા: ગ્રામ વિકાસ એજન્સીનું રેકર્ડ ટોઇલેટમાં, ગંભીરતા ધ્વસ્ત

અટલ સમાચાર,ગિરીશ જોશી, મહેસાણા બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટોઇલેટમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા છે. એજન્સીનું રેકર્ડ પુરૂષ ટોઇલેટમાં ગોઠવી દેતાં નાગરિકોમાં ખળભળાટ મચી ગયો છે. ટોઇલેટમાં અભરાઇએ હારબંધ રેકર્ડ ગોઠવી દેતાં વહીવટી ગંભીરતા ધ્વસ્ત થઇ છે. સરકારી રેકર્ડ અત્યંત મહત્વનું હોવા છતાં ટોઇલેટને હવાલે કરી દેતાં સત્તાધિશોના વલણ સામે સવાલો ઉભા થયા
 
સ્પેશ્યલ@બનાસકાંઠા: ગ્રામ વિકાસ એજન્સીનું રેકર્ડ ટોઇલેટમાં, ગંભીરતા ધ્વસ્ત

અટલ સમાચાર,ગિરીશ જોશી, મહેસાણા

બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટોઇલેટમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા છે. એજન્સીનું રેકર્ડ પુરૂષ ટોઇલેટમાં ગોઠવી દેતાં નાગરિકોમાં ખળભળાટ મચી ગયો છે. ટોઇલેટમાં અભરાઇએ હારબંધ રેકર્ડ ગોઠવી દેતાં વહીવટી ગંભીરતા ધ્વસ્ત થઇ છે. સરકારી રેકર્ડ અત્યંત મહત્વનું હોવા છતાં ટોઇલેટને હવાલે કરી દેતાં સત્તાધિશોના વલણ સામે સવાલો ઉભા થયા છે. રેકર્ડ ટોઇલેટમાં હોવાથી પહેલો ભય ચોરાઇ જવાનો છતાં આંખ આડા કાન છે.

સ્પેશ્યલ@બનાસકાંઠા: ગ્રામ વિકાસ એજન્સીનું રેકર્ડ ટોઇલેટમાં, ગંભીરતા ધ્વસ્ત

બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાલનપુર શહેરમાં આવેલી છે. એજન્સી થકી ગ્રામજનો માટે રાજ્ય અને કેન્દ્રની વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આથી લાભાર્થીઓ અને ગ્રામ વિકાસ એજન્સીનું વહીવટી સહિતનું રેકર્ડ બિનઉપયોગી હોવાનો સવાલ બન્યો છે. ડીઆરડીએના સત્તાધિશોએ કચેરીનું રેકર્ડ જાહેર ટોઇલેટમાં ગોઠવી દેતાં જાણી ગયેલાઓમાં હાહાકાર મચી ગયો છે. રેકર્ડ અંગેના નિયમો દરકિનાર થયાનો ઘટસ્ફોટ થયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડીઆરડીએના જાહેર ટોઇલેટનો ઉપયોગ કર્મચારીઓ સાથે અરજદારો, લાભાર્થીઓ અને નાગરિકો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રેકર્ડની સુરક્ષાને લઇ ચેડાં થવાનો કે ચોરાઇ જવાનો ખતરો બન્યો છે. સરકારી રેકર્ડ અત્યંત મહત્વનું હોવા છતાં ચાલું હાલતના ટોઇલેટમાં ચડાવી દેતાં નિયામક અને કર્મચારીઓના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

સ્પેશ્યલ@બનાસકાંઠા: ગ્રામ વિકાસ એજન્સીનું રેકર્ડ ટોઇલેટમાં, ગંભીરતા ધ્વસ્ત

રેકર્ડ નિભાવણી અને નિકાલના ચોક્કસ નિયમો છે

રાજય સરકારમાં રેકર્ડ સાચવણીથી લઇ નિકાલ સહિતની બાબતે ચોક્કસ નિયમો છે. જેમાં રેકર્ડને કસ્ટડીમાં રાખવામાં આવ્યુ હોય તેમ સચવાય છે. જ્યારે નિકાલની બાબતે જરૂરી મંજૂરી સહિતની પ્રક્રીયા હેઠળ કામગીરી થાય છે. નિકાલ કરેલ રેકર્ડ જાહેર હરાજીને અંતે વેચાણ કરી રકમ સરકારમાં જમા થાય છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા ગ્રામ વિકાસ એજન્સીનું રેકર્ડ નિકાલ નહિ કરીને ટોઇલેટને હવાલે કર્યુ છે કે સુરક્ષિત રાખવા ટોઇલેટ પસંદ કર્યુ છે ? તે સવાલો મહત્વપુર્ણ બન્યા છે.

સ્પેશ્યલ@બનાસકાંઠા: ગ્રામ વિકાસ એજન્સીનું રેકર્ડ ટોઇલેટમાં, ગંભીરતા ધ્વસ્ત