સ્પેશ્યલ@બજેટ: બેંક ડૂબશે તો પાંચ લાખ સુધીની રકમ સુરક્ષિત રહેશે

અટલ સમાચાર,ડેસ્ક કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકોમાં વધતા ફ્રૉડના મામલા અંગે મોટી જાહેરાત કરી છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક મામલો સામે આવ્યા પછી જે વાતને લઇને સૌથી મોટી ચિંતા હતી તે એ હતી કે જો બેંક ડૂબી જાય તો તેમાં ખાતું ધરાવતા ગ્રાહકોને મોટું નુકસાન થઈ શકે છે. બેંક એકાઉન્ટમાં ખાતા ધારકની ડિપોઝિટ પર
 
સ્પેશ્યલ@બજેટ: બેંક ડૂબશે તો પાંચ લાખ સુધીની રકમ સુરક્ષિત રહેશે

અટલ સમાચાર,ડેસ્ક

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકોમાં વધતા ફ્રૉડના મામલા અંગે મોટી જાહેરાત કરી છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક મામલો સામે આવ્યા પછી જે વાતને લઇને સૌથી મોટી ચિંતા હતી તે એ હતી કે જો બેંક ડૂબી જાય તો તેમાં ખાતું ધરાવતા ગ્રાહકોને મોટું નુકસાન થઈ શકે છે. બેંક એકાઉન્ટમાં ખાતા ધારકની ડિપોઝિટ પર એક લાખનો વીમો મળતો હતો. નાણા મંત્રીએ પોતાના બજેટમાં આ મર્યાદાને એક લાખથી વધારીને પાંચ લાખ કરવાની જાહેરાત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

DICGC એટલે કે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનના નવા નિયમ પ્રમાણે ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની સુરક્ષા ગેરંટી મળશે. આ નિયમ બેંકની તમામ બ્રાંચ પર લાગૂ પડશે. જેમાં મૂળ રકમ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે. એટલે કે જો બેંકમાં મૂળ રકમ અને વ્યાજ મળીને પાંચ લાખથી વધારેની રકમ જમા હશે તો બેંક ડૂબવાના કેસમાં મહત્તમ પાંચ લાખ રૂપિયા મળી શકશે અથવા આટલી રકમને સુરક્ષિત માની શકાશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જો એક જ બેંકની અલગ અલગ બ્રાંચમાં તમારા અલગ અલગ ખાતા હશે તો તમામ રકમને જોડવામાં આવશે અને ફક્ત પાંચ લાખ સુધીની રકમને જ સુરક્ષિત માનવામાં આવશે. એટલું જ નહીં જો એક જ બેંકમાં એકથી વધારે બેંક ખાતા અને ફિક્સ ડિપોઝિટ હશે તો પણ બેંક નાદારી નોંધાવે તો તમને ફક્ત પાંચ લાખ રૂપિયા મળવાની જ ગેંરેટી છે. આ રકમ કેવી રીતે મળશે તેની ગાઇડલાઇન DICGC નક્કી કરશે.