સ્પેશ્યલઃ ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ, ‘ક્વિક સિલ્વર’ નામ કેમ રાખવામાં આવ્યું હતુ ?

અટલ સમાચાર, ડેસ્ક ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જૂલાઇ 1906 મા થયો હતો. 27 પ્રબ્રુઆરીએ 1931મા તેમનું નિધન થયુ હતું. જેલમાં ચંદ્રશેખરે પોતાનું નામ ‘આઝાદ’, પિતાનું નામ ‘સ્વતંત્રતા’ અને સરનામું ‘જેલ’ જણાવ્યું હતું આઝાદીની લડાઈમાં અંગ્રેજોનો જોરદાર સામનો કરનારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની આજે જન્મ જયંતિ છે. આઝાદીની લડાઈમાં તેઓએ જે રીતે અંગ્રેજો સામે ટક્કર ઝીલી હતી
 
સ્પેશ્યલઃ ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ, ‘ક્વિક સિલ્વર’ નામ કેમ રાખવામાં આવ્યું હતુ ?

અટલ સમાચાર, ડેસ્ક

ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જૂલાઇ 1906 મા થયો હતો. 27 પ્રબ્રુઆરીએ 1931મા તેમનું નિધન થયુ હતું. જેલમાં ચંદ્રશેખરે પોતાનું નામ ‘આઝાદ’, પિતાનું નામ ‘સ્વતંત્રતા’ અને સરનામું ‘જેલ’ જણાવ્યું હતું આઝાદીની લડાઈમાં અંગ્રેજોનો જોરદાર સામનો કરનારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની આજે જન્મ જયંતિ છે. આઝાદીની લડાઈમાં તેઓએ જે રીતે અંગ્રેજો સામે ટક્કર ઝીલી હતી તેનાથી બ્રિટિશ રાજ હલી ગયું હતું. આવો જાણીએ તેમના જીવનની કેટલીક ખાસ વાતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

ચંદ્રશેખર આઝાદ 15 વર્ષની ઉંમરે અસહયોગ આંદોલનમાં સામેલ થયા હતા. તેના કારણે તેઓ જીવનમાં પહેલીવાર જેલ ગયા હતા. જ્યારે જેલમાં ચંદ્રશેખરને પૂછવામાં આવ્યું તો તેઓએ પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને સરનામું જેલ જણાવ્યું હતું.

પહેલી વાર જેલ જવા દરમિયાન તેમને 15 કોડા ફટકારવાની સજા કરવામાં આવી હતી. માત્ર 17 વર્ષની ઉંમરે આઝાદ હિન્દુસ્તાન રિપ્બ્લિકન એસોસિએશન સાથે જોડાયા હતા. તેમની તીવ્ર વિચારશક્તિના કારણે તેમનું નામ ‘ક્વિક સિલ્વર’ રાખવામાં આવ્યું હતું. 1925માં થયેલા કારોરી કાંડમાં તેમણે મોટી ભૂમિકા નિભાવી હતી. ક્રાંતિકારીઓના આ પ્રયાસે અંગ્રેજોને હલાવીને રાખી દીધા હતા.