સ્પેશ્યલ@દેશ: 32 સેકન્ડના શુભ મુહૂર્તમાં PM કરશે રામમંદીર શિલાન્યાસ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના કહેર અને વિપક્ષો સહિતના આક્ષેપો વચ્ચે આવતીકાલે અયોધ્યા રામમંદીરનું ભુમિપુજન કરવામાં આવશે. વડાપ્રધાન માત્ર 32 સેકન્ડના શુભ મુહૂર્તમાં ચાંદીની ઇંટથી રામમંદીરનું શિલાન્યાસ કરશે. રામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિ પૂજન ઠીક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની ધરતી પરતી દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન પહેલા RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હશે. વડાપ્રધાનના નિયત કાર્યક્રમ મુજબ તેઓ
 
સ્પેશ્યલ@દેશ: 32 સેકન્ડના શુભ મુહૂર્તમાં PM કરશે રામમંદીર શિલાન્યાસ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના કહેર અને વિપક્ષો સહિતના આક્ષેપો વચ્ચે આવતીકાલે અયોધ્યા રામમંદીરનું ભુમિપુજન કરવામાં આવશે. વડાપ્રધાન માત્ર 32 સેકન્ડના શુભ મુહૂર્તમાં ચાંદીની ઇંટથી રામમંદીરનું શિલાન્યાસ કરશે. રામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિ પૂજન ઠીક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની ધરતી પરતી દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન પહેલા RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હશે. વડાપ્રધાનના નિયત કાર્યક્રમ મુજબ તેઓ માત્રને માત્ર રામ મંદિર સાથે જોડાયેલા કાર્યક્રમમાં જ સામેલ થશે. વડાપ્રધાન લગભગ ત્રણ કલાક સુધી રામ નગરીમાં સમય પસાર કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડાપ્રધાનના સંપુર્ણ કાર્યક્રમની વિગત

વડાપ્રધાન મોદી બુધવાર સવારે 9:35 વાગ્યે દિલ્હીથી લખનઉ માટે રવાના થશે. તેઓ 10:35 વાગ્યે લખનઉના અમૌસી એરપોર્ટ પર પહોંચશે. અહીંથી 10:40 વાગ્યે હેલિકોપ્ટરથી અયોધ્યાની સાકેત કોલેજમાં બનેલા હેલીપેડ પર લૅન્ડ કરશે. લગભગ 11:30 વાગ્યે પીએમ મોદી અયોધ્યા પહોંચશે. અહીં વડાપ્રધાન મોદીનું સ્વાગત અલગ-અલગ સ્થળે લોકો દ્વારા કરવામાં આવશે. સાકેત કોલેજના હેલીપેડ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, જિલ્લાધિકારી અનુજા ઝાની સાથે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ રામ જન્મભૂમિ પર સ્વાગતની જવાબદારી અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન, રામ મંદિર ભવન નિર્મણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની રહેશે. ત્યારબાદ તેઓ હનુમાનગઢીમાં પૂજા અર્ચના બાદ પારિજાતના વૃક્ષનું રોપણ કરશે. ત્યારબાદ પીએમ મોદી ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે.

સ્પેશ્યલ@દેશ: 32 સેકન્ડના શુભ મુહૂર્તમાં PM કરશે રામમંદીર શિલાન્યાસ

માત્ર 32 સેકન્ડનું છે શુભ મુહૂર્ત

શુભ મુહૂર્ત 32 સેકન્ડનું છે જે બપોરે 12 વાગીને 44 મિનિટ 8 સેકન્ડથી 12 વાગીને 44 મિનિટ 40 સેકન્ડની વચ્ચે છે. આ મુહૂર્તની વચ્ચે વડાપ્રધાન મોદી ચાંદીની ઈંટથી રામ મંદિરનું શિલાન્યાસ કરશે. તેના બાદ મંચથી RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હશે. ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. 5 ઓગસ્ટે ભૂમિ પૂજન દરમિયાન શિલાપટનું અનાવરણ પણ થશે. સાથોસાથ પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવશે. મંચ પર પીએમ મોદીની સાથે મહંત નૃત્ય ગોપાલદાસ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને RSS પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે.