આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારત સહિત વિશ્વના 50થી વધુ દેશોમાં હિન્દીના જાણકાર છે: અમેરિકા, ચીન, રશીયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં હિન્દીની બોલબાલા છે: વિદેશોમાં હિન્દી ફિલ્મોનો પણ ક્રેઝ જોવા મળે છે. 14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતની સંવિધાનીક સભામાં હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી.  આજે રાષ્ટ્રીય હિન્દી દિવસ છે, છેલ્લાં 72 વર્ષથી હિન્દી રાષ્ટ્રભાષાનો દરજ્જો ભોગવે છે. હિંદ ઉપરથી હિન્દી શબ્દ આવ્યો. હિન્દુસ્તાન પણ તેના ઉપરથી શબ્દ આવ્યો છે. હિંદ અને હિન્દુ શબ્દ સંસ્કૃત શબ્દ સિંદઉનો અપભ્રંશ શબ્દ છે. આમ જોઇએ તો પણ હિન્દી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. ખાસ કરીને ઘણા ફારસી શબ્દોના ઉપયોગ સાથે હિન્દી અને ઉર્દુ ભગીની ભાષા કહેવાય છે. બંનેના વ્યાકરણ અને શબ્દ ભંડોળમાં ઘણી સમાનતા જોવા મળે છે. આજે વિશ્ર્વભરમાં ભારત સહિત 90 કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1953ની 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના અનુરોધ પર આ દિવસને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવણી કરાય છે. આપણાં બંધારણને માન્યતા પ્રાપ્ત રાજભાષા છે. આપણાં દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે, તેથી તે આપણી રાષ્ટ્રવ્યાપી ભાષા છે. દેશમાં દરેક રાજ્ય વાઇઝ પોતાની પ્રાદેશિક ભાષાનું પ્રભુત્વ છે. જેમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, ભોજપુરી, આસામી જેવી વિવિધ ભાષા છે પણ આપણાં બોલીવુડની હિન્દી ફિલ્મોને કારણે હિન્દી સમગ્ર દેશમાં પ્રચલિત છે. હિન્દીના પ્રચાર-પ્રસાર માટે હિન્દી, ફિલ્મો, ગીતોએ ખૂબ જ સારો રોલ અદા કર્યો છે.

હિન્દી ભાષાના કુળ જોઇએ તો ઇન્ડોયુરોપિયન, ઇરાનિયન, આર્યન, મધ્યક્ષેત્ર હિન્દી-પશ્વિમી હિન્દી, ખડી બોલી સાથેના સ્વરૂપો જોઇએ તો સૌરસેની પ્રાકૃતિ અને તેની અપભ્રંશ ભાષા જૂની હિન્દી છે. બહેરા, મુંગા લોકો માટે સંકેતાત્મક ભાષા પણ હિન્દી છે. વિદેશોમાં ગયાના, મોરેશિયસ, ટ્રીનીનાડ જેવા વિવિધ દેશોમાં હિન્દી માન્ય લઘુમતી ભાષા છે. 26 જાન્યુઆરી 1965ના રોજ હિન્દીને ભારતની રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી. વિશ્વમાં ચીની ભાષા પછી ‘હિન્દી’ સૌથી વધુ બોલાતી ભાષા છે. પવર્તમાન સંજોગોને ધ્યાને લેતા અને ભારતીયોને અન્ય દેશોમાં વસવાટ, વેપાર, ધંધા વધવાથી વિશ્વમાં હાલ એક અબજથી વધુ લોકો હિન્દી બોલે છે, સમજે છે કે જાણે છે. ફિજી, નેપાળ, સુરીનામા જેવા દેશોમાં મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે, જો કે ત્યાંની હિન્દી આપણાં કરતાં થોડી જુદી પડે છે. પ્રાદેશિક ભાષા બોલતો હિન્દી બોલે ત્યારે આપણને કેમ ખબર પડી જાય છે તેજ રીતે વિદેશોમાં તેની બોલવાની લઢણ-ઉચ્ચારણો કે શબ્દો ફરી જતાં જોવા મળે છે.

આજે ડિઝીટલ માધ્યમમાં હિન્દી સમાચાર વાંચનારની સંખ્યા અંદાજે 16 કરોડ જેવી છે. ગુગલના રિપોર્ટ અનુસાર હિન્દીમાં કોન્ટેન્ટ વાંચનારની સંખ્યા દર વર્ષે 94 ટકાના દરે વધી રહી છે. ઓક્સફોર્ડની ડિક્શનરીમાં પ્રથમવાર અચ્છા, બડા દિન, બચ્ચા અને સુર્ય નમસ્કાર જેવા હિન્દી શબ્દોનો સમાવેશ કરાયો છે. ફિજી નામના ટાપુમાં હિન્દીને અધિકારિક ભાષાનો દરજ્જો અપાયો છે. 1918માં મહાત્મા ગાંધીજીએ સૌ પ્રથમ હિન્દી સાહિત્ય સંમલનમાં હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા બનાવવાની વાત કરી હતી. તેમણે હિન્દીને જન માનસની ભાષા ગણાવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code