સ્પેશ્યલ@દિવસઃ આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 102મી જન્મજયંતિ

અટલ સમાચાર, ડેસ્ક પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મજંયતિ છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શક્તિસ્થળ ખાતે ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, હામિદ અન્સારી સહિતના નેતાઓએ ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જવાહરલાલ
 
સ્પેશ્યલ@દિવસઃ આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 102મી જન્મજયંતિ

અટલ સમાચાર, ડેસ્ક

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મજંયતિ છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શક્તિસ્થળ ખાતે ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, હામિદ અન્સારી સહિતના નેતાઓએ ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી.

સ્પેશ્યલ@દિવસઃ આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 102મી જન્મજયંતિ
file photo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં 19 નવેમ્બર, 1917ના રોજ જન્મેલી પુત્રીને તેમના દાદા મોતીલાલ નહેરુએ ઇન્દિરા નામ આપ્યું હતું. જો કે બાદમાં પિતા જવાહરલાલ નેહરુએ તેમાં પ્રિયદર્શિની પણ જોડી દીધું. ઇન્દિરા ગાંધીએ સતત ત્રણ વખત અને કુલ ચાર વખત દેશની કમાન સંભાળી. તે દેશના પ્રથમ અને આજ દિવસ સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન છે.