સ્પેશ્યલ@દિવસઃ શહીદ ભગત સિંહની જન્મ જયંતી પર જાણો તેમના સાહસ વિશે

અટલ સમાચાર, ડેસ્ક સતા-હસતા દેશ પર પોતાનો જીવ અર્પણ કરનારા શહીદ ભગત સિંહની આજે 28 સપ્ટેમ્બરે જન્મ જયંતી છે. શહીદ ભગત સિંહ (Bhagat Singh)નો જન્મ પંજાબ પ્રાંતના લાયપુર જિલ્લાના બગામાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. દેશના સૌથી મોટા ક્રાંતિકારી અને અંગ્રેજ રાજના મૂળીયાઓને પોતાના સાહસથી હલાવી દેનારા ભગત સિંહે યુવાઓના દિલમાં આઝાદીનું એક એવું
 
સ્પેશ્યલ@દિવસઃ શહીદ ભગત સિંહની જન્મ જયંતી પર જાણો તેમના સાહસ વિશે

અટલ સમાચાર, ડેસ્ક

સતા-હસતા દેશ પર પોતાનો જીવ અર્પણ કરનારા શહીદ ભગત સિંહની આજે 28 સપ્ટેમ્બરે જન્મ જયંતી છે. શહીદ ભગત સિંહ (Bhagat Singh)નો જન્મ પંજાબ પ્રાંતના લાયપુર જિલ્લાના બગામાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. દેશના સૌથી મોટા ક્રાંતિકારી અને અંગ્રેજ રાજના મૂળીયાઓને પોતાના સાહસથી હલાવી દેનારા ભગત સિંહે યુવાઓના દિલમાં આઝાદીનું એક એવું ઝનૂન ભર્યું હતું જેને બધાં જ જોતા રહી ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આઝાદીની લડાઈથી લઈને આજ સુધી દરેક રેલી, આંદોલન અને પ્રદર્શનોમાં બોલાતો ઇન્કલાબ જિંદાબાદનો નારો પહેલીવાર તેઓ જ બોલ્યા હતા. તેમના દ્વારા જ આ નારો ખૂબ પ્રચલિત બન્યો હતો. અસેમ્બલીમાં ધમાકા કરીને પોતાનો અવાજ બ્રિટિશ સરકારના કાનો સુધી પહોંચાડનારા ભગત સિંહ જ હતા. તેઓએ જ કહ્યું કે બહેરાઓને સંભળાવવા માટે ધમાકાની જરૂર હોય છે.

સ્પેશ્યલ@દિવસઃ શહીદ ભગત સિંહની જન્મ જયંતી પર જાણો તેમના સાહસ વિશે
જાહેરાત

શહીદ ભગત સિંહે પોતાની તમામ જિંદગી આદર્શો સાથે જીવી હતી. તેઓ માનતા હતા કે જિંદગી તો માત્ર પોતાના દમ પર જીવાય છે. બીજાના ખભે તો માત્ર જનાજો ઉઠાવવામાં આવે છે. ભગત સિંહ માનતા હતા કે વ્યક્તિને દબાવીને તેના વિચાર ન દબાવી શકાય. તે સતત છે, જે હંમેશા રહેશે. ભગત સિંહ માનતા હતા કે દેશભક્તોને અનેકવાર લોકો પાગલ કહે છે. તેઓએ કહ્યું હતું કે રાખનો દરેક કણ મારી ગરમીથી ગતિમાન છે. હું એક એવો પાગલ છું, જે જેલમાં આઝાદ છે.