સ્પેશ્યલ@દિવસ: જાણો કેમ 16 નવેમ્બરે ‘રાષ્ટ્રીય પ્રેસ ડે’ તરીકે ઉજવાય છે

અટલ સમાચાર, ડેસ્ક આજની ભાગદોડ ભર્યા જીવનમા આપણે ગમે તેટલા વ્યસ્ત હશું પરંતુ આપણે સમાચાર જોવાનું ચુકતા નથી. એ પછી ટીવીના માધ્યમથી હોય કે પછી મોબાઇલ ફોન દ્વારા પરંતુ સમાચાર નિયમિત પણે જોઈએ છીએ. અને આપણે બધા જ જાણતા હોઈ છીએ કે આ સમચાર આપના સુધી પોહચાડ્વા પાછળ મીડિયા ઘણી બધી મહેનત કરતી હોય છે,
 
સ્પેશ્યલ@દિવસ: જાણો કેમ 16 નવેમ્બરે ‘રાષ્ટ્રીય પ્રેસ ડે’ તરીકે ઉજવાય છે

અટલ સમાચાર, ડેસ્ક

આજની ભાગદોડ ભર્યા જીવનમા આપણે ગમે તેટલા વ્યસ્ત હશું પરંતુ આપણે સમાચાર જોવાનું ચુકતા નથી. એ પછી ટીવીના માધ્યમથી હોય કે પછી મોબાઇલ ફોન દ્વારા પરંતુ સમાચાર નિયમિત પણે જોઈએ છીએ. અને આપણે બધા જ જાણતા હોઈ છીએ કે આ સમચાર આપના સુધી પોહચાડ્વા પાછળ મીડિયા ઘણી બધી મહેનત કરતી હોય છે, કે લોકો સુધી સાચા સમાચાર પહોચી શકે. પરંતુ લોકોને ખબર નથી કે આજનો દિવસ એટલે કે 16 નવેમ્બરને રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે શા માટે ઉજવાય છે? તો ચાલો આજે અમે તમને તેના વિષે જાણીએ.

4 જુલાઈ, 1966 માં ભારતની પ્રેસ કાઉન્સિલની સ્થાપના થઈ. જેણે 16 મી નવેમ્બર, 1966 થી શરૂ કર્યું તેના કાયદાકીય કાર્યથી ત્યારથી લઇને અત્યાર સુધી દર વર્ષે 16 નવેમ્બરે ‘રાષ્ટ્રીય પ્રેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. મીડિયાએ સમાજનો અરીસો ગણવામાં આવે છે તેમાં જે સમાચારના માધ્યમો છે. જેમ કે પેપર હોય કે ચેનલ કે પછી ડિજિટલ તેને સમાજ માટે એક અરીસા રૂપી ગણવામાં આવે છે, જે સમાજને સમાજનું સાચું જે છે તે રજૂ કરી શકે.

વિશ્વમાં આજે લગભગ 50 દેશોમાં પ્રેસ કાઉન્સિલ છે. કેટલાક દેશોમાં પ્રેસ કાઉન્સિલ તેમજ મીડિયા કાઉન્સિલ છે. 16 નવેમ્બરના રાષ્ટ્રીય પ્રેસ ડે ઉજવાય છે. આ દિવસને લોકો ખૂબ પ્રેમ કરે છે અને ખૂબ સારી રીતે ઉજવણી કરે છે. 16 મી નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ ડે કાઉન્સિલ દ્વારા પણ યોગ્ય રીતે ઉજવવામાં આવે છે. મીડિયા એક એવું માધ્યમ છે જેના દ્વારા નાગરિકોમાં મૂળભૂત ફરજો અને તેમના હકો વિષે જાગરૂકતા લાવી શકાઈ છે અને મીડિયા તેની આ ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવે છે.