આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા 60 વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પારંપારિક રીતે ખેલાતુ ઇંગોરીયાનુ યુદ્ધ અતિ રોમાંચક હોય છે. જે માટે સાવરકુંડલાના ફટાકડા શોખીનો એક માસ પહેલેથી જ ઇંગોરીયા બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. દેશમાં ગ્રીન ફટાકડાની વાતો વચ્ચે અને આખા દેશની જાણ બહાર અમરેલીના સાવરકુંડલામાં તો છેલ્લાં પચાસ વર્ષોથી જ હર્બલ ફટાકડા ફોડવામાં આવે છે.

ઈંગોરીયા બનાવનાર વેપારી ભરતભાઈ દિવેચાએ જણાવ્યુ હતુ કે, સાવરકુંડલામાં આ અતિ રોમાંચક અને સાવ નિર્દોષભાવે રમાતું ફટાકડાનું યુદ્ધ છે. જેને નિહાળવા માટે સાવરકુંડલાના દરેક ઘરે મહેમાનો આવી જતા હોય છે. હવે તો વિદેશોમાં તેની ખ્યાતિ ફેલાતા વિદેશી મહેમાનો પણ સાવરકુંડલામાં અડિંગો જમાવીને બેસતા હોય છે. સાવરકુંડલામાં આ પ્રથા છેલ્લાં 60 વર્ષોથી નિભાવાય છે. જેમાં શહેરીજનો ઉત્સાહથી ભાગ લેતા હોય છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉ સાવર અને કુંડલા એમ બે અલગ અલગ ગામ હતા. અને વચ્ચેથી નાવલી નદી પસાર થાય છે. બંને ગામના લોકો વચ્ચે ઇંગોરીયા દારૂગોળો ભરી સળગતા ઇંગોરીયા એકબીજા સામે ફેંકવામા આવે છે. આ ઇંગોરીયા રોકેટની જેમ સામાપક્ષમા જઇ અફડાતફડી મચાવે છે. અને લોકો તેનો રોમાંચ ઉઠાવે છે. આ નિર્દોષ લડાઇથી કોઇ દાઝતુ નથી અને રોકેટ જેમ છનનન કરતુ આવતા ઇંગોરીયા કે કોકડાનો અવકાશી નજારો નહિ પણ ધરતીનો અદભુત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય છે.

શું છે ઇંગોરીયા અને કેવી રીતે બનાવાય છે ?

ઈંગોરીયા એ એક પ્રકારનો છોડ છે. જેમા ચીકુ જેવુ થતુ ફળ તેને ઇંગોરીયુ કહેવાય છે. તેને તોડીને સુકવીને તેને ડ્રીલથી હોલ પાડીને ઇંગોરીયામાં દારૂખાનુ ભરવામા આવે છે. આ દારૂખાનુ કેવી રીતે તૈયાર થાય છે તેના પર નજર કરીએ તો દેશી કોલસાને ખાંડી ભુક્કો કરાય છે. તેમા ગંધક, સુરોખાર ભેળવી આ દારૂખાનુ તૈયાર કરવામા આવે છે. આ દારૂખાનુ તૈયાર થયા બાદ તેને આ સુકાયેલા અને ડ્રીલથી હોલ પાડેલા ચીકુના ફળ જેવા દેખાતા ઇંગોરીયામાં દારૂખાનુ ભરવામા આવે છે અને તેને ખીલા જેવા સાધનથી ઠબકારી ખીચોખીચ ભરવામા આવે છે. બસ તૈયાર છે લડાઇ માટેના ઇંગોરીયા.

મહત્વનું છે કે, છેલ્લા થોડા વર્ષથી ઈંગોરીયાના વૃક્ષોનો નાશ થઇ રહ્યો હોય તેનુ સ્થાન હવે દરજી ને દોરાની મોટી સાઇઝની કોકડીએ લીધુ છે. હાલ ઘણા લોકો ઈંગોરિયા બનાવતા નથી. પાંચથી સાત રૂપિયે કોકડા અને દસથી પંદર રૂપિયે ઈંગોરિયા વેચાય પણ છે. દરજી ને દોરાની મોટી સાઇઝની કોકડીને બંન્ને બાજુ ડેમના કાચા પત્થરની માટીની પેક કરવામા આવે છે. ત્યાર બાદ કોકડાને વચ્ચે ડ્રીલથી હોલ પાડી તેમા પણ પત્થરની માટીની ડટ્ટી મારવામા આવે છે અને તૈયાર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code