સ્પેશ્યલ@દિયોદર: દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે સરપંચની દરીયાદિલી

અટલ સમાચાર, મહેસાણા ઉનાળાની શરૂઆતમાં જ પશુધનને ચરવા તેમજ પાણી માટે મુશ્કેલી શરૂ થઇ ગઇ છે. દિયોદર તાલુકાના માલધારીઓએ પશુઓના ઘાસચારા માટે સરપંચને રજૂઆત કર્યા બાદ તેમને પોતાના ખેતરના ચાર વિઘા ઉભા પાકનો ઘાસચારા તરીકે પશુઓને ખવડાવી દીધો હતો. ઘાસચારા માટે તંત્ર દ્રારા કોઇ વ્યવસ્થા ન હોવાથી મુંગા પશુઓ જીવતા હાડપીંજર સમા બની ગયા હતા.
 
સ્પેશ્યલ@દિયોદર: દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે સરપંચની દરીયાદિલી

અટલ સમાચાર, મહેસાણા 

ઉનાળાની શરૂઆતમાં જ પશુધનને ચરવા તેમજ પાણી માટે મુશ્કેલી શરૂ થઇ ગઇ છે. દિયોદર તાલુકાના માલધારીઓએ પશુઓના ઘાસચારા માટે સરપંચને રજૂઆત કર્યા બાદ તેમને પોતાના ખેતરના ચાર વિઘા ઉભા પાકનો ઘાસચારા તરીકે પશુઓને ખવડાવી દીધો હતો. ઘાસચારા માટે તંત્ર દ્રારા કોઇ વ્યવસ્થા ન હોવાથી મુંગા પશુઓ જીવતા હાડપીંજર સમા બની ગયા હતા. આવા સમયે સરપંચે અબોલ જીવો પ્રત્યે દરીયાદિલી દાખવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@દિયોદર: દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે સરપંચની દરીયાદિલી

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામના સરપંચની માનવતા વખાણવા લાયક બની હોવાનું સામે આવ્યુ છે. ગામના માલધારીઓ પોતાના પશુધનના ઘાસચારા માટે સરપંચ નાથાભાઇ પટેલ પાસે ગયા હતા. જ્યાં તેમની રજૂઆત બાદ સરપંચે કહ્યુ હતુ કે, હાલ તો પંચાયત દ્રારા પશુના ઘાસચારા માટે કોઇ વ્યવસ્થા થઇ શકે તેમ નથી. પરંતુ મારા ચાર વિઘા ખેતરમાં એરંડાનો પાક ઉભો છે. જે પશુધનના ઘાસચારા માટે ઉપયોગમાં લેવામાં આવે તો મને એમનું પુણ્ય મળશે.

તસવીરોમાં દેખાતા ગાય સહિતના પશુઓ ખોરાકના અભાવે હાડપીંજર જેમ બની ગયા હતા. આવી સ્થિતીમાં ગામના પશુપાલકોની હાલત પણ ઘાસચારા દયનિય બની ગઇ હતી. અત્યાર સુધી પરિવારનું પેટ પાળનારા અબોલ જીવોને ઘાસચારા માટે નિ:સહાય હાલતમાં જીવ બચાવવા મુશ્કેલ બન્યા હતા. સરપંચે પોતાનો મહામુલો પાક પશુધનને ચરાવી દેતા ઠેર-ઠેર તેમના વખાણ થઇ રહ્યા છે. જોકે સરપંચની દરીયાદિલી જોઇ સરકારે પણ આ બાબતે કોઇ નક્કર પગલાં લે એવુ લોક મુખે ચર્ચાઇ રહ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લો છેલ્લા કેટલાક સમયથી કુદરતી હોનારતો અને તીડ આક્રમણ પ્રભાવિત વિસ્તાર સાબિત થયો છે. ત્યારે સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પશુધનને ઘાસચારા અને પાણી માટે વલખાં મારવાની સ્થિતિ સર્જાઇ શકે છે. જોકે રૈયા ગામના સરપંચ દ્રારા પોતાનો ઉભો પાક પશુધનને ઘાસચારા માટે આપી માનવતા દર્શાવ્યા બાદ ઠેર-ઠેર તેમના વખાણ થઇ રહ્યા છે.