સ્પેશ્યલ@ગુજરાત: આજે વિશ્વ આદિવાસી દિવસ, જાણો શું છે આદિવાસી સમાજની માંગ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સમગ્ર વિશ્વના આદિવાસીઓ 9 મી ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી ઉજવણી કરે છે. આદીવાસી પરંપરા મુજબના વસ્ત્રો ધારણ કરી આદિવાસી નૃત્ય કરી જે તે વિસ્તારના આદિવાસીઓ આદિવાસીઓની સંસ્કૃતિ અને એમની કળાને લોકો સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે. આદિવાસીઓના વિકાસની વાત કરતી ગુજરાત સરકાર કેમ છેલ્લા 3-4 વર્ષથી આ
 
સ્પેશ્યલ@ગુજરાત: આજે વિશ્વ આદિવાસી દિવસ, જાણો શું છે આદિવાસી સમાજની માંગ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સમગ્ર વિશ્વના આદિવાસીઓ 9 મી ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી ઉજવણી કરે છે. આદીવાસી પરંપરા મુજબના વસ્ત્રો ધારણ કરી આદિવાસી નૃત્ય કરી જે તે વિસ્તારના આદિવાસીઓ આદિવાસીઓની સંસ્કૃતિ અને એમની કળાને લોકો સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે. આદિવાસીઓના વિકાસની વાત કરતી ગુજરાત સરકાર કેમ છેલ્લા 3-4 વર્ષથી આ દિવસની ઉજવણી કરી રહી છે ? સરકાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મોડી જાગી છે. આદિવાસી સમાજની માંગ છે કે, 9 મી ઓગષ્ટ વિશ્વ આદીવાસી દિવસે સરકાર રજા જાહેર કરે અને આદિવાસી સમાજના વિવિધ પડતર પ્રશ્નનોનું નિરાકરણ લાવે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1994માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારથી લઈને અત્યાર સુધી આદિવાસી સમાજના વિવિધ સંગઠનો 9 ઓગષ્ટે વિશ્વ આદિવાદી દિવસની ધામધૂમથી ઉજવણી કરે છે.આ દિવસે આદીવાસીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ પુરી કરવા સરકારને રજુઆતો કરે છે.પરંતુ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 3-4 વર્ષથી જ ધામ ધૂમથી વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવાય છે?

બીજા વિશ્વ યુદ્ધ પછી આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાની સાથે સાથે વિશ્વના દેશોમાં પારસ્પરિક મૈત્રી પૂર્ણ સમન્વય બનાવવા એક બીજાના અધિકારો અને સ્વતંત્રતાને સમાન વધારો કરવો વિશ્વમાંથી ગરીબી તદઉપરાંત શિક્ષા, સ્વાસ્થ્ય પર વિકાસને કેન્દ્રિત કરી તેનો વધારો કરવા 24 ઓક્ટોબર 1945 માં “સયુંકત રાષ્ટ્ર સંઘ ” (UNO) ની રચના કરવામાં આવી હતી. જેમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને ભારત સહિત વર્તમાન સમયમાં જેમાં 193 દેશ જેના સદસ્ય છે તેમનાં ગઠન (સંગઠન)ના 50 વર્ષ પછી સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) એ એવું મહેસુસ કર્યું કે 21 મી સદીમાં વિશ્વના વિભિન્ન દેશોમાં વસવાટ કરી રહેલાં જનજાતિ આદિવાસી સમુદાય તેમની ઉપેક્ષા, ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ, સુવિધાનો અભાવ બેરોજગારી તેમજ ભટકતું જીવન, મજૂરી જેવી સમસ્યાથી પૂર્ણત છે.

જનજાતિની ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ હેતુ વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994 માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.ત્યાર પછી વિશ્વ તેમજ અમેરીકા મહા દ્વિપ, આફ્રિકા મહા દ્વિપ, એશિયા મહા દ્વિપના સયુંકત દેશોમાં 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ખૂબ જોર- શોરથી તેમજ પુરા ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.આદિવાસીઓને તેમના હકો મળે તેમજ ભારતમાં ખાસ બંધારણ જોગવાઈ મુજબ શિડયુલ એરિયાઓમાં અનુસૂચિ-5 અને 6 લાગુ કરવામાં આવે, તો તેમના હક અને અધિકાર તેમને મળે જળ, જમીન, જંગલ, સંપત્તિ તેઓની પોતાની છે જેની જોગવાઈ આ અનુસૂચિમાં કરવામાં આવી છે.જેની જાણકારી મળે તેના ભાગ રૂપે 9મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.