સ્પેશ્યલ@ગુજરાત: આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિ, ગુરૂદ્વારામાં ઉત્સવનો પર્વ

અટલ સમાચાર, ડેસ્ક આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિએ શીખ સમુદાયના ગુરૂદ્વારામાં ઉત્સવનો પર્વ છે. ગુરૂદ્વારામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભક્તો દર્શન કરવા માટે ગુરૂદ્વારા પહોંચી રહ્યાં છે. જોકે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે ગુરૂદ્વારામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુરૂનાનકની જન્મજયંતિ દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવણી
 
સ્પેશ્યલ@ગુજરાત: આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિ, ગુરૂદ્વારામાં ઉત્સવનો પર્વ

અટલ સમાચાર, ડેસ્ક

આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિએ શીખ સમુદાયના ગુરૂદ્વારામાં ઉત્સવનો પર્વ છે. ગુરૂદ્વારામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભક્તો દર્શન કરવા માટે ગુરૂદ્વારા પહોંચી રહ્યાં છે. જોકે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે ગુરૂદ્વારામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુરૂનાનકની જન્મજયંતિ દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવણી વચ્ચે ગુરૂદ્વારામાં દર વર્ષે લંગર લગાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે લંગર બંધ છે. આ સાથે શોભાયાત્રા કે પ્રભાત ફેરી જેવા કાર્યક્રમોનું આયોજન પણ આ વર્ષે કરવામાં આવ્યું નથી. ગુરૂદ્વારામાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ગુરૂનાનકની 551મી જન્મજયંતિ નિમિતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. સીએમ રૂપાણીએ કહ્યુ કે, ગુરૂનાનકે આપણને ત્રણ નિયમોનો ઉપદેશ આપ્યો છે.