સ્પેશ્યલ@ગુજરાત: કેમ છો ટ્રમ્પ, બોલિવૂડ અને ઢોલિવૂડના આ કલાકારોને આમંત્રણ

અટલ સમાચાર,ડેસ્ક અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવીને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. અમદાવાદ એરપોર્ટ પર મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ટ્ર્મ્પનાં ભારત પ્રવાસ માટેની સુરક્ષા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ મોટેરા સ્ટેડિયમમાં બોલિવૂડનાં
 
સ્પેશ્યલ@ગુજરાત: કેમ છો ટ્રમ્પ, બોલિવૂડ અને ઢોલિવૂડના આ કલાકારોને આમંત્રણ

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવીને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. અમદાવાદ એરપોર્ટ પર મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ટ્ર્મ્પનાં ભારત પ્રવાસ માટેની સુરક્ષા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ મોટેરા સ્ટેડિયમમાં બોલિવૂડનાં નામાંકિત કલાકારો એ.આર રહેમાન, શાન અને સોનુ નિગમ, કિર્તીદાન, પાર્થિવ ગોહિલને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે, આ કલાકારો જ સ્ટેજ પર્ફોર્મન્સ આપી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@ગુજરાત: કેમ છો ટ્રમ્પ, બોલિવૂડ અને ઢોલિવૂડના આ કલાકારોને આમંત્રણ

મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનાં કાર્યક્રમમાં બોલીવુડનાં જાણીતા ગાયક કલાકાર એ.આર.રહેમાન, સોનુ નિગમ અને શાનને મોટેરા સ્ટેડિયમ આવવાનાં છે. આ સિવાય બીસીસીએસના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, પાર્થિવ પટેલ, જસપ્રીત બુમરાહને પણ આમંત્રણ અપાયુ છે. આ ઉપરાંત ગુજરાતનાં મોટા ગાયકો કિર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સ્પેશ્યલ@ગુજરાત: કેમ છો ટ્રમ્પ, બોલિવૂડ અને ઢોલિવૂડના આ કલાકારોને આમંત્રણ

નોંધનીય છે કે, ટ્રમ્પ અમદાવાદ આવશે ત્યારે પહેલા નરેન્દ્ર મોદી સાથે 7 કિલોમિટરનો રોડ શો કરશે. ટ્રમ્પ અને મોદી 50થી વધુ સુરક્ષાના કાફલા સાથે રોડ શો યોજશે. અમદાવાદથી ગાંધી આશ્રમ સુધી રોડ શો થશે અને મોદી – ટ્રમ્પની ફ્રેન્ડશીપ પર રોડ શોની થીમ રહેશે. એટલે કે મોદી-ટ્રમ્પના થ્રીડી ઈમેજ રહેશે. ત્યાર બાદ 7 કિલોમિટરનો રોડ શો યોજાશે. ટ્રમ્પ અને મોદી 50 થી વધુ સુરક્ષાના કાફલા સાથે રોડ શો યોજશે. અમદાવાદથી ગાંધી આશ્રમ સુધી રોડ શો થશે.અને મોદી -ટ્રમ્પની ફ્રેન્ડશીપ પર રોડ શોની થીમ રહેશે. એટલે કે મોદી-ટ્રમ્પના થ્રીડી ઈમેજ રહેશે.

સ્પેશ્યલ@ગુજરાત: કેમ છો ટ્રમ્પ, બોલિવૂડ અને ઢોલિવૂડના આ કલાકારોને આમંત્રણ

ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ મુલાકાતે આવવાના હોવાથી અમેરિકન સિક્રેટ સર્વિસના 18 જેટલા અધિકારીઓએ રવિવારનાં રોજ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મોટેરા સ્ટેડિયમ ખાતે આવેલી 5 ગાડીઓ પૈકી એક મોટી ગાડીમાંથી 10 યુએસ અધિકારી તેમજ અન્ય ચારમાંથી 8 એમ 18 અધિકારીઓ આવ્યાં હતા. જેઓએ મોટેરા સ્ટેડિયમની અંદર તેમજ બહારની સાઈડથી સઘન ચેકિંગ કર્યું હતુ.