સ્પેશ્યલઃ 29 જૂલાઇ વિશ્વ વાઘ દિવસ, દુનિયાની 70 ટકા વસ્તી ભારતમાં

અટલ સમાચાર, ડેસ્ક આજે વિશ્વ વાઘ દિવસ છે અને ભારત માટે સારી અને ગર્વ કરવા જેવી વાત છે. વિશ્વમાં જે કુલ વાઘની વસ્તી છે તેમાંથી 70 ટકા વસ્તી ભારતમાં છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કુલ 2967 વાઘ છે.તમને યાદ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમેશા કહે છે કે ભારત પર્યાવરણને
 
સ્પેશ્યલઃ 29 જૂલાઇ વિશ્વ વાઘ દિવસ, દુનિયાની 70 ટકા વસ્તી ભારતમાં

અટલ સમાચાર, ડેસ્ક

આજે વિશ્વ વાઘ દિવસ છે અને ભારત માટે સારી અને ગર્વ કરવા જેવી વાત છે. વિશ્વમાં જે કુલ વાઘની વસ્તી છે તેમાંથી 70 ટકા વસ્તી ભારતમાં છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કુલ 2967 વાઘ છે.તમને યાદ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમેશા કહે છે કે ભારત પર્યાવરણને બચાવવામાં હંમેશથી આગળ રહ્યું છે. કારણ કે જંગલો અને જાનવરોને બચાવવા એ ભારતના સંસ્કારોમાં સામેલ છે. આજે વિશ્વ વાઘ દિવસ પર ભારત ગર્વ સાથે દુનિયાને જણાવી શકે છે કે સમગ્ર દુનિયાના 70 ટકા વાઘ ભારતમાં છે. આ આંકડા જોઈને તમે

દુનિયાભરમાં વાઘને બચાવવા માટે બહુ ઓછું કામ થઈ રહ્યું છે. પરંતુ ભારતને આ કામમાં ખુબ સફળતા મળી છે. આ જ કારણ છે કે દુનિયાના 70 ટકા વાઘ ભારતમાં છે. દેશમાં સૌથી વધુ 526 વાઘ મધ્ય પ્રદેશમાં છે. દેશમાં 12 વર્ષમાં વાઘોની સંખ્યા બમણી થઈ છે. ભારતમાં છ વર્ષમાં 560 વાઘના મૃત્યુ થયા. 2010માં રશિયાના સેન્ટપીટર્સબર્ગમાં વાઘને બચાવવા માટે શિખર સંમેલન થયું હતું. આ સંમેલનમાં 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો પ્રણ લેવાયો. ભારતે ચોક્કસપણે આ સંકલ્પ નિભાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વાઘોના સંરક્ષણ માટે ભારત કેટલુ ગંભીર છે તેની એક ઝલક હાલમાં બનેલા વર્લ્ડ રેકોર્ડથી પણ મળે છે. ભારતમાં 2018માં વાઘો પર કરાયેલો સર્વે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન તરફથી વાઘો પર કરાયેલો તે દુનિયાનો સૌથી મોટો સર્વે સાબિત થયો છે. આ સર્વે 1 લાખ 21 હજાર 337 વર્ગ કિમીમાં કરવામાં આવ્યો. જેમાં 26 હજાર 760 જગ્યાઓ પર અલગ અલગ લોકેશન પર કેમેરા લાગ્યા હતાં. તેનાથી વન્યજીવોના 3.5 કરોડથી વધુ ફોટા લેવાયા. જેમાંથી 76 હજાર 651 ફોટા વાઘના અને 51 હજાર 777 ફોટા દીપડાના છે.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જે રિપોર્ટ બહાર પાડ્યો તે મુજબ 1973માં દેશમાં ફક્ત 9 ટાઈગર રિઝર્વ હતાં. જેમની સંખ્યા વધીને હવે 50 થઈ છે. રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ એક હજાર492 વાઘ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડમાં છે. ફ્કત વાઘ જ નહીં ભારત પાસે 30 હજાર હાથી, 3 હાજર એક શિંગવાળા ગેન્ડા અને 500થી વધુ સિંહ છે. એટલે કે ભારતે લક્ષ્યથી ચાર વર્ષ પહેલા જ વાઘોની સંખ્યા બમણી કરવાનો સંકલ્પ પૂરો કર્યો છે. આપણે ગર્વ કરવો જોઈએ કે દુનિયાની કુલ વસ્તીમાંથી વાઘની 70 ટકા વસ્તી આપણા ભારતમાં છે.