સ્પેશ્યલ@કડી: બહાર નીકળતા છોકરીઓએ મોઢુ ખુલ્લુ રાખવા સેનાનુ એલાન

અટલ સમાચાર, કડી (નિસર્ગ પટેલ) કડી તાલુકા અને શહેરમાં પાટીદાર સમાજની છોકરીઓ માટે સામાજીક સુધારણાના ભાગરૂપે એલાન કરવામાં આવ્યુ છે. કડી પાટીદાર સેનાએ સમાજના મુલ્યો જળવાઇ રહે અને કાયદો વ્યવસ્થા માટે મદદરૂપ થઇ શકે તે હેતુથી નક્કી કર્યુ છે. જેમાં ઘરેથી બહાર નીકળતી પાટીદાર સમાજની છોકરીઓએ મોં ઉપર દુપટ્ટો કે રૂમાલ બાંધવો નહિ તેમજ મોં
 
સ્પેશ્યલ@કડી: બહાર નીકળતા છોકરીઓએ મોઢુ ખુલ્લુ રાખવા સેનાનુ એલાન

અટલ સમાચાર, કડી (નિસર્ગ પટેલ)

કડી તાલુકા અને શહેરમાં પાટીદાર સમાજની છોકરીઓ માટે સામાજીક સુધારણાના ભાગરૂપે એલાન કરવામાં આવ્યુ છે. કડી પાટીદાર સેનાએ સમાજના મુલ્યો જળવાઇ રહે અને કાયદો વ્યવસ્થા માટે મદદરૂપ થઇ શકે તે હેતુથી નક્કી કર્યુ છે. જેમાં ઘરેથી બહાર નીકળતી પાટીદાર સમાજની છોકરીઓએ મોં ઉપર દુપટ્ટો કે રૂમાલ બાંધવો નહિ તેમજ મોં સ્પષ્ટ દેખાય તે રીતે પોતાના કામે જવા જણાવ્યુ હતુ. કડી પાટીદાર સેનાએ શુક્રવારે રાત્રે સભા કરી સમાજના દરેક પરિવારો સુધી સુધારણાની અમલવારી કરવા ઉપસ્થિતોને કહ્યુ હતુ.

સ્પેશ્યલ@કડી: બહાર નીકળતા છોકરીઓએ મોઢુ ખુલ્લુ રાખવા સેનાનુ એલાન
File Photo

મહેસાણા જીલ્લાના કડી તાલુકાની પાટીદાર સેનાએ અનુભવોના આધારે સામાજીક બદલાવ માટે મોટુ એલાન કર્યુ છે. જેમાં ખાસ કરીને કિશોરી કે યુવતિઓએ અભ્યાસ, નોકરી કે અંગત કામે બહાર નીકળતી વેળાએ મોં ખુલ્લુ રાખીને જવા આહવાન કર્યુ છે. છોકરીઓ મોઢા ઉપર દુપટ્ટો કે રૂમાલ લગાવી બહાર જતી હોઇ ઓળખી શકાતી નથી. આ દરમ્યાન કાયદાને ચેલેન્જ થાય તેવી ઘટનાઓ સામે આવતી હોવાથી મોં ખુલ્લુ રાખવા સમાજના પરિવારોને સભામાં જણાવ્યુ હતુ.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સમગ્ર મામલે કડી પાટીદાર સેના પ્રમુખ દિપક પટેલે જણાવ્યુ હતુ કે, છોકરીઓ સાથે અણબનાવ બને તે દરમ્યાન મોં બંધ હોવાથી સીસીટીવી ઓળખવુ મુશ્કેલ બને છે. આ સાથે જો કોઇ કેસ બને તો પોલીસને કાયદો અને વ્યવસ્થા સંદર્ભે પણ મુશ્કેલી આવે છે. આથી સમાજના પરિવારોને સાથે રાખી છોકરીઓને મોં ખુલ્લુ રાખીને બહાર જવા આગ્રહ કર્યો છે. જેમાં સમાજના પરિવારો પણ સહયોગી હોવાથી કડી શહેર અને તાલુકામાં અમલવારી સામે આવશે.