સ્પેશ્યલ@ખેડબ્રહ્મા: પ્રજાસત્તાકના વર્ષ ભુલી જતાં લખવાનું ટાળ્યું, કર્યો સ્વિકાર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્વણ) ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ રંગેચંગે ઉજવાય તે પહેલા વહીવટી અને દેશદાઝની બેદરકારીની ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા મામલતદાર કચેરીએ પ્રજાસત્તાક પર્વની આમંત્રણ પત્રિકામાં કેટલામી 26મી જાન્યુઆરી ઉજવી રહ્યા છે તે લખાવનું ટાળ્યું છે. જે અંગે વિગતો મેળવતાં કચેરીના સત્તાધિશોએ ભૂલ-ભૂલામણી થતી હોવાથી નહિ લખ્યાનો સ્વિકાર કર્યો છે. જેનાથી પર્વની
 
સ્પેશ્યલ@ખેડબ્રહ્મા: પ્રજાસત્તાકના વર્ષ ભુલી જતાં લખવાનું ટાળ્યું, કર્યો સ્વિકાર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્વણ)

ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ રંગેચંગે ઉજવાય તે પહેલા વહીવટી અને દેશદાઝની બેદરકારીની ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા મામલતદાર કચેરીએ પ્રજાસત્તાક પર્વની આમંત્રણ પત્રિકામાં કેટલામી 26મી જાન્યુઆરી ઉજવી રહ્યા છે તે લખાવનું ટાળ્યું છે. જે અંગે વિગતો મેળવતાં કચેરીના સત્તાધિશોએ ભૂલ-ભૂલામણી થતી હોવાથી નહિ લખ્યાનો સ્વિકાર કર્યો છે. જેનાથી પર્વની સભાનતા અને વહીવટી બાબતે ચોંકાવનાની સ્થિતિ ઉભી થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@ખેડબ્રહ્મા: પ્રજાસત્તાકના વર્ષ ભુલી જતાં લખવાનું ટાળ્યું, કર્યો સ્વિકાર

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉંચી ધનાલ મુકામે થવાની છે. જેની પત્રિકા છપાવી મામલદાર કચેરીના સત્તાધિશો સંબંધિતોને આમંત્રણ આપી રહ્યા છે. જેનો અભ્યાસ કરતા ધ્યાને આવ્યુ કે, ખેડબ્રહ્મા તાલુકાના નાગરિકો કેટલામો પ્રજાસત્તાક પર્વ ઉજવશે તેની આયોજકોને જ ખબર નથી. નાયબ મામલતદાર હેમેન્દ્રસિંહને પુછતાં જણાવ્યુ હતુ કે, પ્રજાસત્તાક પર્વની ગણતરીમાં ભુલ-ભુલામણી થાય છે. આ સાથે કેટલાકો પ્રજાસત્તાક પર્વ છે તે ખબર ન હોવાથી લખવાનું ટાળ્યું છે.

સ્પેશ્યલ@ખેડબ્રહ્મા: પ્રજાસત્તાકના વર્ષ ભુલી જતાં લખવાનું ટાળ્યું, કર્યો સ્વિકાર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્મા તાલુકા મામલતદાર કચેરી ભારત દેશના નાગરિકોને સત્તાનું સુકાન મળ્યાને કેટલાં વર્ષ થયા તેનાથી અજાણ છે. આવી સ્થિતિમાં ખેડબ્રહ્મા પંથકના નાગરિકોને પ્રજાસત્તાક બન્યાના વર્ષ જણાવવામાં નિષ્ફળ ગઇ છે. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે મામલતદાર અને કલેક્ટર કચેરી પ્રજાસત્તાક પર્વનું આયોજન કરે છે ત્યારે, તેના વર્ષનો ઉલ્લેખ પત્રિકામાં હોય છે. જોકે ખેડબ્રહ્મા, પોશીના અને ઇડર તાલુકા મામલતદારની પત્રિકામાં તેનો ઉલ્લેખ નથી.