સ્પેશ્યલ@નવરાત્રીઃ આજે સાતમું નોરતું, કાલરાત્રી માતાની પૂજાનું અનેરૂ મહત્વ

અટલ સમાચાર, ડેસ્ક નવરાત્રીનાં સાતમા નોરતે માં નવદુર્ગાના સાતમા સ્વરૂપે કાલરાત્રીની પુજા અર્ચના કરવામાં આવે છે. કાલરાત્રી માતાનો વર્ણ ઘેરો અંધકાર સમાન કાળો છે. માતાના કેસ લાંબા અને છુટ્ટા છે . ગળામાં વિજળી સમાન ચમકવાળી માળા ધારણ કરેલ છે. તેમના ત્રણ નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. કાલરાત્રી દેવી માંથી વિજળી સમાન ચમકતા કિરણોની ક્રાંતિ બહાર
 
સ્પેશ્યલ@નવરાત્રીઃ આજે સાતમું નોરતું, કાલરાત્રી માતાની પૂજાનું અનેરૂ મહત્વ

અટલ સમાચાર, ડેસ્ક

નવરાત્રીનાં સાતમા નોરતે માં નવદુર્ગાના સાતમા સ્વરૂપે કાલરાત્રીની પુજા અર્ચના કરવામાં આવે છે. કાલરાત્રી માતાનો વર્ણ ઘેરો અંધકાર સમાન કાળો છે. માતાના કેસ લાંબા અને છુટ્ટા છે . ગળામાં વિજળી સમાન ચમકવાળી માળા ધારણ કરેલ છે. તેમના ત્રણ નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. કાલરાત્રી દેવી માંથી વિજળી સમાન ચમકતા કિરણોની ક્રાંતિ બહાર તેજ પ્રકાશ ફેલાવે છે.

માં કાલરાત્રીનું સ્વરૂપ :

તેમનું વાહન ગદર્ભ છે. તેમનો એક હાથ વરદ મુદ્રામાં છે. બિજો હાથ અભય મુદ્રામાં છે. જ્યારે ત્રીજા હાથમાં લોઢાનું કાંટાળુ આયુધ છે. તો ચોથા હાથમાં ખડગ ધારણ કરેલ છે. મા કાલરાત્રીનું સ્વરૂપ દર્શનમાં અત્યંત ભયભીત કરનારૂ છે. પરંતુ તે દર્શન સાધકને સદાય સુખ આપનારૂ તેમજ શુભ ફળ પ્રદાન કરનારૂ છે. તે કારણે કાલરાત્રી દેવીનુ બિજુ નામ સુભકારી દેવી તરીકે પણ જાણીતુ છે.

સ્પેશ્યલ@નવરાત્રીઃ આજે સાતમું નોરતું, કાલરાત્રી માતાની પૂજાનું અનેરૂ મહત્વ

કાલરાત્રી દેવીની ઉપાસના અને ફળની પ્રાપ્તી :

કાલરાત્રી દેવી દુષ્ટોના નાશ કરવાવાળી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભુત, પ્રેત વગેરે દેવીના સ્મરણ માત્રથી ભયભીત થઈ જાય છે. જે મનુષ્ય કાલરાત્રી દેવીની પુજા કરે છે. તે ગ્રહ બાધા માંથી મુક્ત થાય છે. તે મનુષ્યને અગ્નીનો ભય, જલ ભય, પશુઓ કે પ્રાણીનો ભય તેમજ શત્રુ ભય સતાવતો નથી. દેવી કૃપાથી ભક્તને અભય પદ પ્રાપ્ત થાય છે. મા કાલરાત્રીનું સ્વરૂપ વિગ્રહને પોતાના હૃદયમાં ધારણ કરીને જે મનુષ્ય એકચીત્ત ભાવથી દેવીની ઉપાસના કરે છે અને યમ નિયમ સંયમનો સંપુર્ણ પાલન કરે છે.

નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો :

બ્રાહ્મણને આમંત્રણ આપી કાલરાત્રી દેવીનું પુજન કરાવવુ તેમજ ભક્તોએ બિજ મંત્રના જપ કરવા તેમજ ચંડિપાઠ કરાવવો. કાલરાત્રી દેવીના પુજનમાં નૈવેધમાં ગોળનો ભોગ જે ભક્ત અર્પણ કરી તેને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે. તે ભક્તના આકસ્મિક આવતા સંકટો માંથી માં કાલરાત્રી રક્ષા કરે છે. કાલરાત્રી માતાનું મંદિર બિહારમાં આવેલ છે.