સ્પેશ્યલ@પાલનપુર: દાનનો સદ્ઉપયોગ, સરકારી શાળાની રોનક બદલી નાંખી

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર ખાતે દાતાના સહયોગથી ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સરકારી શાળાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. સી.આર.સી કો-ઓર્ડીનેટર રહીમખાન પઠાણે મહેનત કરી દાતા પાસેથી માતબર રકમનું દાન મેળવી તેનો સદઉપયોગ કરી પાલનપુરની બે શાળાની રોનક બદલી છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર અને મીરાંગેટ સરકારી પ્રાથમિક શાળામાં 18.50 લાખના ખર્ચથી શાળાઓનું નવનિર્માણ કરાવી, સ્માર્ટ
 
સ્પેશ્યલ@પાલનપુર: દાનનો સદ્ઉપયોગ, સરકારી શાળાની રોનક બદલી નાંખી

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર ખાતે દાતાના સહયોગથી ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સરકારી શાળાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. સી.આર.સી કો-ઓર્ડીનેટર રહીમખાન પઠાણે મહેનત કરી દાતા પાસેથી માતબર રકમનું દાન મેળવી તેનો સદઉપયોગ કરી પાલનપુરની બે શાળાની રોનક બદલી છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર અને મીરાંગેટ સરકારી પ્રાથમિક શાળામાં 18.50 લાખના ખર્ચથી શાળાઓનું નવનિર્માણ કરાવી, સ્માર્ટ ક્લાસ સહિતની સુવિધાથી સજ્જ બનાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે ખાનગી શાળાને ટક્કર મારતી સરકારી શાળાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. પાલનપુર શહેરની સી.આર.સી. બ્રાન્ચ શાળા-1ના રહીમખાન બી.પઠાણની કો. ઓર્ડીનેટર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. રાજય સરકારના ધ્યેયને પોતાની ફરજ સમજી પોતાના ક્લસ્ટરને એક આદર્શ ક્લસ્ટર બનાવવાનું તેમણે નક્કી કર્યુ કે, મારે મારી શાળાઓ અને મારી શાળાના બાળકો માટે કંઇક કરવું છે. તેઓ શાળાની જરૂરીયાતોનું લીસ્ટ બનાવી દાતાની શોધમાં હતા. આ દરમ્યાન મૂળ પાલનપુરના વતની અને અમદાવાદ સ્થાયી થયેલા એક દાતાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સરકારી શાળા માટે કંઈક દાન આપવા માંગતા હતાં.

સ્પેશ્યલ@પાલનપુર: દાનનો સદ્ઉપયોગ, સરકારી શાળાની રોનક બદલી નાંખી

સી.આર.સી કો-ઓર્ડિનેટરે આ તક ઝડપી લઇ દાતા સાથે ઘરોબો કેળવીને તેમને રૂબરૂ મળી પોતાના ક્લસ્ટરની સરકારી પ્રાથમિક શાળા પોલીસ હેડક્વાટર પ્રા. શાળાનું પ્રેઝન્ટેશન રજૂ કરી શાળાના કામો અંગે વાત કરી. સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે દાન આપી શિક્ષણની સવલતો વધારવા તેમણે દાતાને સમજાવ્યા અને દાતાએ સી.આર.સી. રહીમખાનમાં વિશ્વાસ મૂકી તેમની વાત સ્વીકારી શાળાના કામ શરૂ કરવા જણાવ્યું. આ સાથે સી.આર.સી. કોર્ડીનેટરે ફરી દાતાને પોતાના ક્લસ્ટરની એક બીજી સરકારી પ્રાથમિક શાળા મુખ્ય શાળા મીરાંગેટની જરૂરીયાત અંગે પણ વાત કરી. અને દાતા બીજી શાળા માટે દાન આપવા પણ તૈયાર થઇ ગયા.

સ્પેશ્યલ@પાલનપુર: દાનનો સદ્ઉપયોગ, સરકારી શાળાની રોનક બદલી નાંખી

આ બંને શાળાઓમાં રીનોવેશન, રમતગમત માટે સ્પોર્ટસ કીટ, સંગીતના સાધનો, વિજ્ઞાનમાં બાળકો રસ-રૂચિ કેળવે તે માટે સાયન્સ કીટ, આકર્ષક એ.સી.પી.સીટ પર એક્રેલિક અક્ષરો વાળું શાળાનું બોર્ડ, મલ્ટીમીડિયા પોર્ટેબલ સ્પીકર સમગ્ર બિલ્ડીંગનું કલરકામ, ધાબા પર ચાઈના મોજેક વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

સ્પેશ્યલ@પાલનપુર: દાનનો સદ્ઉપયોગ, સરકારી શાળાની રોનક બદલી નાંખી

આ શાળાના ઉદ્દઘાટન પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, દાતા અરૂણકુમાર શાહના દાનથી ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સુંદર સરકારી પ્રાથમિક શાળાનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું કે, સી.આર.સી. કો-ઓર્ડીનેટર રહીમખાન પઠાણની મહેનત અને દાતાના દાનથી આ શાળાનું સુંદર રિનોવેશન અને સ્માર્ટ ક્લાસ બન્યાં છે. સુંદર શાળાના નિર્માણ માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દહીંયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, બી.આર.સી.કો-ઓર્ડીનેટર આનંદભાઇ મોદી સહિતના શિક્ષણના અધિકારીઓ રહીમખાન પઠાણની કાર્યશૈલીની પ્રશંસા કરી રહ્યાં છે.