સ્પેશ્યલ@રાધનપુર: અલ્પેશ ઠાકોરનો 30મીથી પ્રચાર શરૂ, શંકર ચૌધરી આઉટ ?

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીને લઇ છેલ્લા કેટલાક સમયથી ભાજપના બે દિગ્ગ્જો વચ્ચે ઉમેદવારીની ચર્ચા જામી છે. ઠાકોરસેના ગ્રુપ અલ્પેશનું નામ જ્યારે કેટલાક સમર્થકો શંકર ચૌધરીનું નામ જાહેર થવાનો દાવો કરી રહ્યા છે. રાધનપુર વિધાનસભા શંકર ચૌધરીની પરંપરાગત બેઠક તો સામે અલ્પેશને ભાજપમાં આવ્યા બાદ રાધનપુરથી જીતવુ સરળ ચર્ચાઇ રહ્યું છે. ટીકીટના પ્રશ્ન વચ્ચે
 
સ્પેશ્યલ@રાધનપુર: અલ્પેશ ઠાકોરનો 30મીથી પ્રચાર શરૂ, શંકર ચૌધરી આઉટ ?

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીને લઇ છેલ્લા કેટલાક સમયથી ભાજપના બે દિગ્ગ્જો વચ્ચે ઉમેદવારીની ચર્ચા જામી છે. ઠાકોરસેના ગ્રુપ અલ્પેશનું નામ જ્યારે કેટલાક સમર્થકો શંકર ચૌધરીનું નામ જાહેર થવાનો દાવો કરી રહ્યા છે. રાધનપુર વિધાનસભા શંકર ચૌધરીની પરંપરાગત બેઠક તો સામે અલ્પેશને ભાજપમાં આવ્યા બાદ રાધનપુરથી જીતવુ સરળ ચર્ચાઇ રહ્યું છે. ટીકીટના પ્રશ્ન વચ્ચે આગામી 30 ઓગસ્ટે અલ્પેશ ઠાકોર પ્રચાર શરૂ કરશે તેવુ સામે આવ્યુ છે.

પાટણ જીલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં જે નામોની ચર્ચા છે તેના કરતા ભાજપમાં વધી છે. ભાજપમાં આવ્યા બાદ ફરી એકવાર અલ્પેશ ઠાકોર રાધનપુરથી વિધાનસભા લડે તેવી સંભાવનામાં શંકર ચૌધરીનું નામ જોરશોરથી બોલાઇ રહ્યું છે. સમર્થકો વિવિધ માધ્યમોમાં રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીમાં જુના જોગી શંકર ચૌધરી મેદાનમાં ઉતરશે તેવી ગણતરી રાખી રહ્યા છે.સ્પેશ્યલ@રાધનપુર: અલ્પેશ ઠાકોરનો 30મીથી પ્રચાર શરૂ, શંકર ચૌધરી આઉટ ?

 

આ દરમ્યાન સ્થાનિક સુત્રોથી મળતી માહિતી મુજબ આગામી 30 ઓગસ્ટે વેપારી સહિતના વિવિધ સંગઠનો સાથે અલ્પેશ ઠાકોરની બેઠક થવાની છે. જેમાં પ્રચારના શ્રીગણેશ થવાની પ્રબળ સંભાવના વચ્ચે અલ્પેશ ઠાકોર સંભવિત ઉમેદવાર હોવાનું પલ્લું ભારે થઇ ગયુ છે. રાધનપુર વિધાનસભાની પેટાચુંટણી સંદર્ભે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી છેલ્લા કેટલાક સમયથી પંથકમાં ફરક્યા નથી. આના કારણે બંનેના સમર્થકો ઉમેદવારીને લઇ તરેહ-તરેહની ગણતરી લગાવી રહ્યા છે.

રાધનપુર વિધાનસભામાં સૌથી વધુ ઠાકોર મતદારો હોઇ ભાજપ અલ્પેશને મંત્રી બનાવ્યા બાદ ફરીથી અગાઉની જ બેઠકનો ઉમેદવાર બનાવી શકે છે. જોકે, આ દરમ્યાન વારંવાર શંકર ચૌધરીની ઉમેદવારીની ચર્ચા સામે આવતા બંનેના સમર્થકો ઉત્સાહ સાથે મુંઝવણની સ્થિતિ અનુભવી રહ્યા છે. 30 ઓગસ્ટે રાધનપુરમાં થતી રાજકીય બેઠક ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ કરી શકે છે.