સ્પેશ્યલ@સાબરકાંઠાઃ અંગ્રેજોએ 1200 લોકોને ગોળીબાર કરી, મોતનો કૂવો ભર્યો હતો

અટલ સમાચાર, સાબરકાંઠા સાબરકાંઠા જીલ્લાના વિજયનગરથી ભિલોડા રોડ ઉપર આવેલા પાલ ગામે પણ અંગ્રેજોના દમનને સહ્યું છે. તેનો વિરોધ કર્યો છે અને આ વિરોધમાં શહાદતો પણ વહોરી છે. 7મી માર્ચ 1922 નો દિવસ વિજયનગરના વનવાસીઓ માટે કાળો દિવસ સાબિત થયો. આ વિસ્તારના ગરીબ વનવાસીઓ ઉપર અંગ્રેજ સરકારે વધારાનો કર નાખ્યો. અને દમન શરુ કર્યું હતુ.
 
સ્પેશ્યલ@સાબરકાંઠાઃ અંગ્રેજોએ 1200 લોકોને ગોળીબાર કરી, મોતનો કૂવો ભર્યો હતો

અટલ સમાચાર, સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના વિજયનગરથી ભિલોડા રોડ ઉપર આવેલા પાલ ગામે પણ અંગ્રેજોના દમનને સહ્યું છે. તેનો વિરોધ કર્યો છે અને આ વિરોધમાં શહાદતો પણ વહોરી છે. 7મી માર્ચ 1922 નો દિવસ વિજયનગરના વનવાસીઓ માટે કાળો દિવસ સાબિત થયો. આ વિસ્તારના ગરીબ વનવાસીઓ ઉપર અંગ્રેજ સરકારે વધારાનો કર નાખ્યો. અને દમન શરુ કર્યું હતુ. વિરોધ કરવા માટે રાજસ્થાન મેવાડના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવતે પાલ અને દઢવાવ પાસે આવેલા મેદાનમાં એક સભા બોલાવેલી. આ સભામાં પોશીના અને આસપાસના ગામોના હજારો લોકો ઉમટી પડેલા. અને આ કાયદો નાબુદ કરવાના પ્રયાસો કરવાનું નક્કી થયું. ત્યારે અચાનક કોઈની બંદુકમાંથી ગોળી છૂટી અને આ ગોળી અંગ્રેજ અમલદાર એક.જી.સટ્ટનના કાનની નજીકથી પસાર થઇ. ગભરાયેલા અંગ્રેજ અમલદારે સૈન્યને ગોળીઓ ચલાવવા આદેશ આપી દીધો. જો કે ગોળીબાર અટકાવવા ત્યાં ઉભેલી બાલેટાગઢ ગામની એક આદિવાસી મહિલા સોમીબેન ગામીતે સુલેહ કરાવવા માટે પોતાની સાડી અંગ્રેજો અને વનવાસીઓ વચ્ચે ફેંકી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનનાં ખેરવાડાથી આવેલી અંગ્રેજ પલટને કરેલા અંધાધુંધ ફાઈરીંગમાં 1200 લોકો મોતને ભેટ્યા. બચવા માટે કેટલાય કોટની દીવાલ કૂદેલા પણ તેઓ સીધા કુવામાં પડીને મોતને ભેટ્યા. તો બાકીની લાશો પણ અંગ્રેજોએએ કુવામાં જ નાખી દીધેલી. તો અન્ય લાશોને બાજુમાંથી પસાર થતી ‘હેર’ નદીમાં વહાવી દીધી. ત્યારે અંગ્રેજોની આ દમનકારી નીતિમાં 1200 વનવાસીઓએ જીવ ગુમાવી શહીદી વહોરેલી. આ હત્યાકાંડની 98 મી વરસીએ લોકો અહી આવી શહીદોને યાદ કરીને દુ:ખ વ્યક્ત કરે છે.

પાલ ચિતરીયામાં થયેલા આ હત્યાકાંડની ભલે કોઈ જગ્યાએ નોંધનાં લેવાઈ પરંતુ અહીના વનવાસીઓએ પોતાના લોકગીતોમાં આ ઘટનાને સ્થાન આપ્યું. પોતાના લોકગીતો, લગ્નગીતોમાં આ ઘટનાનું વિવરણ કરાયું અને કંઠોપકંઠ ગાઈને એક બીજાને પહોચાડ્યા. આજે પણ આદિવાસી લગ્નોમાં આ ગીતો ગવાય છે. તો અત્યારના શિક્ષિત આદિવાસીઓએ આ ગીતોને આદિવાસી ભાષામાંથી ગુજરાતી ભાષામાં પણ તૈયાર કર્યા છે. એમાંથી અંગ્રેજો દ્વારા કરાયેલા હત્યાકાંડનો તાદ્રશ ચિતાર મળે છે. આજે પણ આ વિસ્તારના મોડીયાવાળા, દનતોડકા, પોશીના, દાંતા, કોડીયાવાડા,અન્ખોદ્ર, ચિઠોડા, બાલેટાગઢ, દન્તોલી, વાલેરન, પરવટ સહિતના ગામોમાં આ હત્યાકાંડના શહીદોની ચોથી-પાંચમી પેઢી વસેલી છે.

પાલ ગામમાં આવેલા પાલ પેલેસનો દરવાજો અને કિલ્લો આજે પણ આ હત્યાકાંડના મુક સાક્ષી બનીને ઉભા છે. આજે પણ આ પેલેસના દરવાજા પર અંગ્રેજોએ છોડેલી ગોળીઓના નિશાનો અકબંધ છે. પાલ હત્યાકાંડને આજે 93 વર્ષ થયા છતાં એના ઓછાયા આજે પણ પાલ ગામમાં છે. વિરોધ કરવા એકઠા થયેલા લોકોના હદય સોસરવી નીકળી ગયેલી ગોળીઓ દીવાલો સાથે અથડાઈને દીવાલો પર કાયમીના નિશાન છોડી દીધા છે. મોડે મોડે પણ આ હત્યાકાંડની વિગતો વિષે લોકો જાણતા થયા. અને સાબરકાંઠા જીલ્લાના વહીવટી તંત્રે આ વિગતોની નોધ લીધી અને અંતે હત્યાકાંડના આ સ્થળે બનાવાયું શહીદી સ્મારક. અંગ્રેજો સામે શહીદી વહોરનારા વનવાસીઓની યાદમાં બનાવાયેલા આ સ્મારકની મુલાકાતે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત લીધી અને ત્યાં ફૂલો અર્પણ કરી એ 1200 લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

1922 થી હમણાં સુધી આ હત્યાકાંડ માત્ર વાતોમાં જ વણાયેલો હતો પરંતુ હવે એને અક્ષર દેહ મળ્યો છે. વિજયનગરના ઈતિહાસ વિદ બીપીનભાઈના જણાવ્યાનુસાર હવે આ ઘટનાનો ચિતા રજુ કરતુ 200 પાનાનું પુસ્તક તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં હત્યાકાંડને લગતી નખશીશ માહિતી આલેખવામાં આવી છે. કોઈ અભ્યાસુ અહી આવે તો માત્ર પુસ્તક વાંચીને જ સમગ્ર ઘટનાને જાણી શકે એ માટે આ પ્રયાસ કરાયો છે. આનથી બાળકો પણ પોતાના વિસ્તારના ઇતિહાસની માહિતી મેળવી શકશે. આ હત્યાકાંડ મામલે વિવાદ પણ ચાલે છે. એક પક્ષ એવો પણ છે કે એમના માનવા પ્રમાણે આ વિસ્તારમાં આવી કોઈ ઘટના બની નથી. આ માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલી વાત છે.