સ્પેશ્યલ@સુઇગામ: નિવૃત્ત આર્મીજવાનનું ગામમાં ઐતિહાસિક સ્વાગત કરાયું

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) સુળગામ તાલુકાના ગામે ભારતીય સેનામાં સેવા આપી નિવૃત્ત થનારા જવાનનું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગામના દરેક સમાજે સાથે મળી જવાનનુ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. આ પ્રસગે ગામના બસ સ્ટેન્ડની લઇ જવાનના ઘર સુધી ડીજે સાથે વરઘોડો નિકળ્યો હતો. જેમાં તેમને ઠેર-ઠેર શાલ, ફુલહાર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આ
 
સ્પેશ્યલ@સુઇગામ: નિવૃત્ત આર્મીજવાનનું ગામમાં ઐતિહાસિક સ્વાગત કરાયું

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુળગામ તાલુકાના ગામે ભારતીય સેનામાં સેવા આપી નિવૃત્ત થનારા જવાનનું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગામના દરેક સમાજે સાથે મળી જવાનનુ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. આ પ્રસગે ગામના બસ સ્ટેન્ડની લઇ જવાનના ઘર સુધી ડીજે સાથે વરઘોડો નિકળ્યો હતો. જેમાં તેમને ઠેર-ઠેર શાલ, ફુલહાર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સુઇગામ પંથકના આગેવાનો, વડિલો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્પેશ્યલ@સુઇગામ: નિવૃત્ત આર્મીજવાનનું ગામમાં ઐતિહાસિક સ્વાગત કરાયું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@સુઇગામ: નિવૃત્ત આર્મીજવાનનું ગામમાં ઐતિહાસિક સ્વાગત કરાયું

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના જોરાવરગઢ ગામના શિવાભાઈ ચૌધરી ભારતીય સેનામાં 17 વર્ષ સેવા આપી નિવૃત્ત થયા છે. આર્મીમેન શિવાભાઇને આવકારવા ગામ આખાએ ભેગા મળી તેમનું ઐતિહાસિક સ્વાગત કર્યુ હતુ. જોરાવરગઢ બસ સ્ટેન્ડથી લઇ આર્મીમેનના ઘર સુધી ડીજે સાથે નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમના ઘરે સ્થાનિકો, સગા-સંબંધીઓ અને આગેવાનો દ્રારા શાલ ઓઢાડી, ફુલહાર અને મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સ્પેશ્યલ@સુઇગામ: નિવૃત્ત આર્મીજવાનનું ગામમાં ઐતિહાસિક સ્વાગત કરાયું
સુઇગામ તાલુકા મીડિયાના મિત્રોએ પણ આર્મી જવાનનું સ્વાગત કર્યું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 17 વર્ષ આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત થનાર ચૌધરી શિવાભાઈ ભારમલભાઇના ઐતિહાસિક સ્વાગતમાં ગામ આખુ હોંશભેર જોડાયુ હતુ. આ પ્રસંગે સુઇગામ પ્રાંત અધિકારી અંસારી, નાયબ મામલતદાર પ્રવીણદાન ગઢવી, તાલુકા વિકાસ અધિકારી ટી.ડી.વણકર, જિલ્લા પંચાયત સદસ્ય દેવજીભાઇ પટેલ, જામાભાઇ પટેલ સરપંચ, અતુભા મલેક, ભગવાનભાઇ સરપંચ, જોરાવગઢ સરપંચ રમેશભાઇ પટેલ, તલાટી સુરેશભાઇ ચૌધરી, ઉચોસણ સરપંચ પ્રહલાદજી ઠાકોર, બાવાભાઇ પટેલ સહિતના ગ્રામજનો અને આજુબાજુથી મોટી સંખ્યામાં બહેનો, વડીલો, યુવાનો ઉપસ્થિત રહીને માનભેર આર્મી જવાનનું સ્વાગત કર્યુ હતુ.